શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Junior Clerk Paper Leak: પેપર લીક કાંડમાં સંડોવાયેલા ગુજરાતીઓના નામ આવ્યા સામે, જાણો કોણે વિદ્યાર્થીઓવી મહેનત પર ફેરવ્યું પાણી

Junior Clerk Paper Leak: પેપર લીક કેસમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે. ગુજરાતી આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી હોવાની વાત સામે આવી છે.

Junior Clerk Paper Leak: પેપર લીક કેસમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે. ગુજરાતી આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી હોવાની વાત સામે આવી છે. આ પેપરકાંડમાં કુલ ચાર ગ્રૂપ સક્રિય હોવાનું સામે આવ્યું છે. આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટનસી સાથે જોડાયેલા છે. ગુજરાતી આરોપીઓ તેમના ગ્રુપના છે. પ્રદીપ નાયકનું એક ઓડીસાવાળું ગ્રૂપ છે. બિહાર લાઇનમાં મોરારી પાસવાનનું એક ગ્રૂપ છે જેમાંના સાતથી આઠ લોકો પકડાયા છે. જીત નાયકનું અન્ય ગ્રૂપ જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલુ છે. જીત નાયકની ધરપકડ સાથે અન્ય 15ની ધરપકડ કરવામાં આવી છે.

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસની પકડમાં આવ્યો હોવાની વાત સામે આવી છે. ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ છે. બોગસ એડમિશન મામલે કેતન બારોટ જેલમાં રહી ચુક્યો છે. પેપર લીકનો આરોપી દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે. દિશા ઇંજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધો ચલાવતો હોવાની વાત સામે આવી છે. બાયડ અને અમદાવાદ ખાતે તેમની સંપત્તિ હોવાની વાત સામે આવી છે. હાલમાં ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે.

રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું

રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાના અહેવાલ મળ્યાં છે. આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર  એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે.

લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી.  રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.

રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Embed widget