Navsari: લવ જેહાદના આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ, લોકોએ પોલીસ પર વરસાવ્યા ફુલ
નવસારી: જિલ્લાના ખેરગામના કુંભારવાડમાં રેહતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે એક યુવતીને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ આચરીને ભોગવી હતી તેમ છતાં યુવતીની આંખ ઊઘડી ન હતી.
નવસારી: જિલ્લાના ખેરગામના કુંભારવાડમાં રેહતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે એક યુવતીને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ આચરીને ભોગવી હતી તેમ છતાં યુવતીની આંખ ઊઘડી ન હતી. સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે વિધર્મી યુવતી સાથે લગ્ન ન કરી શક્યો એટલે યુવક આરોપીએ હિન્દુ યુવક રોનક પટેલ નામના બીલીમોરાના મળતિયા યુવક સાથે લગ્ન કરાવ્યા અને બન્ને નરાધમોએ દુષ્કર્મ આચરતા યુવતીની સમજણમાં સમગ્ર પિકચર બહાર આવ્યું અને પોલીસનો સહારો લીધો અને પોલીસે આરોપીના ગામના જઈને રીઢા ગુનેગારને ગામમાં સરઘસ કાઢીને ફેરવ્યો હતો. જેને સમગ્ર ગામ સાથે મુસ્લિમ સમાજે વધાવી લીધું હતું અને પોલીસની કામગીરીને બિરદાવી છે.
લવ જેહાદના કેસમાં પોલીસે નવો પર્દાફાશ કર્યો છે જે સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. આવા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આખ કરી છે. આરોપીના પરિવાર સાથે આરોપી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મારામારી,વ્યાજખોરો,પ્રોહિબિશન, નાના મોટા ૨૦ જેટલા ગુના ધરાવે છે જેને લઈને પોલીસે સમગ્ર મામલો ગંભીરતાથી લઈને આરોપીને દબોચી લીધો છે.
જેતપુરમાં મકાન ધરાશાયી થતા 8 લોકો દટાયા
રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગોદરા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ જૂનું મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. ઉપરના ભાગમાં આવેલ વર્ષો જૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ બનાવ બન્યો હતો. ઉપર ભાગના વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી.
અંદાજે 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાની બાળકી અને 1 વૃદ્ધાનું મોત નિપજ્યું છે અને પાંચ લોકો ઈજા ગ્રસ્ત થયા છે. મૃતકમાં વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા ઉ.વ. 50 તેમજ બે બાળકીઓ મેઘના અશોકભાઈ મકવાણા ઉ.વ.10 તેમજ સિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.7નું મોત નિપજ્યું છે.
5 લોકો ઇજાગ્રસ્ત
- વંદના અશોકભાઈ મકવાણા ઉ.વ.14
- શીતલબેન વિક્રમભાઈ સાસડા ઉ.વ.30
- કરસનભાઇ દાનાભાઈ સાસડા ઉ.વ.40
- રિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.8
- અશોકભાઈ રાજુભાઈ મકવાણા ઉ.વ33 નો સમાવેશ થાય છે.
હાલ તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર જેતપુર સરકારી હોસ્પિટલ ચાલી રહી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાને લઈને મોટી સખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial