હડતાળમાં જોડાયેલા 1500 કર્મચારીઓને રાજ્ય સરકારે પકડાવ્યું પાણીચું, ફટકારી શોકોઝ નોટિસ
ગાંધીનગર:17મી માર્ચથી રાજ્યના 19 હજાર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.સરકારે કડક વલણ અપનાવતા તબક્કાવાર કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા જ્યારે જે લોકો હાજર ન થયા તેના સામે પણ કડક પગલા લેતા આખરે સરકારે હડતાળ દરમિયાન કુલ 1500 કર્મચારીઓને છૂટા કર્યા છે.

ગાંધીનગર:17મી માર્ચથી રાજ્યના 19 હજાર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.સરકારે કડક વલણ અપનાવતા તબક્કાવાર કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા જ્યારે જે લોકો હાજર ન થયા તેના સામે પણ કડક પગલા લેતા આખરે સરકારે હડતાળ દરમિયાન કુલ 1500 કર્મચારીઓને છૂટા કર્યા છે. 29મી માર્ચ સુધી 5300 કર્મચારીઓ હડતાળ છોડી ફરજ પર હાજર થયા હતા. હડતાળ પર રહેલા તમા કર્મચારીઓને સરકારે શો કોઝ નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનિય છે કે આ કર્મચારીઓએ CCC, હિન્દી પરીક્ષા પાસ ન કર્યાના અને ખાતાકીય તપાસના મુદ્દે નોટિસ પાઠવી હતી.
ઉલ્લેખનિય છે કે, 17 માર્ચથી આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. વણ ઉકેલાયે પ્રશ્નને લઇને આરોગ્ય કર્મચારીએ સરકાર સામે બાયો ચડાવી હતી. આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું હતુ કે, 17મી થી આરોગ્ય કર્મચારી બે મુદતે હડતાલ પાડશે. ઉલ્લેખનિય છે કે, વિધાનસભા સત્ર વખતે જ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારની ચિંતામાં પણ વધારો થયો હતો. કર્મચારીઓની મુખ્ય માંગ ગ્રેડપેથી માંડીને ખાતાકીય પરીક્ષા રદ કરવાની છે, નવ દિવસના આંદોલન બાદ પણ કોઇ પરિણામ ન આવતા કર્મીઓમાં રોષ છે. ઉલ્લેખનિય છે સરકારે માંગ સ્વીકારવાના બદલે આજે અમરેલી જિલ્લામાં 251 કર્મીને પાણીચું પકડાવતા આ કર્મતારીઓમાં રોષ છે. તેમણે સરકાર પણ આક્ષેપ કરતા મીડિયા સમક્ષ વ્યથા રજૂ કરી હતી. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે નવ દિવસની હડતાલ અને વિરોધ પ્રદર્શન છતાંય સરકારના પેટમાં પાણી નથી હલતું. જો સાંસદોના પગાર ભથ્થામા 24% જેટલો વધારો થતો હોય તો આરોગ્ય કર્મચારી કે જેમને કોરોના વોરિયર્સ તરીકે કામ કર્યું હતું તેમના ગ્રેડ પે મ શા માટે વધારો નહીં?
સાબરકાંઠા જિલ્લામાં પણ 700 પંચાયત આરોગ્ય કર્મચારીઓને છૂટ્ટા કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે આ જિલ્લામાંથી પણ 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર હતા.પડતર માંગણીઓને લઈ અચોક્ક્સ મુદતની હડતાળ યોજી હતી.હડતાળમાં જોડાયેલા 700 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા. છે અને 55 કર્મચારીઓને આરોપનામું આપવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ જિલ્લાઓમાં હડતાળ પર ગયેલા આરોગ્ય કર્મીઓ સામે રાજ્ય સરકારે આ રીતે એક્શન લઇ રહી છે.





















