શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કેટલા ટકા વરસાદ વરસ્યો ? જાણો
રાજ્યમાં ભારે વરસાદને કારણે મોટાભાગના જળાશાયો છલકાયા છે. સરદાર સરોવર ડેમ સહિત કુલ 206 ડેમોમાં પાણીનો જથ્થો 60.66 ટકા થયો છે.
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ યથાવત છે. આ સિઝનમાં રાજ્યમાં અપેક્ષાથી પણ વધુ સરેરાશ 83 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 143 ટકા તો સૌરાષ્ટ્રમાં 115 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 83.59 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 143 ટકા તો સૌરાષ્ટ્રમાં 115 ટકા વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં 84 ટકા, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 65 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે મોટાભાગના જળાશાયો છલકાયા છે. સરદાર સરોવર ડેમ સહિત કુલ 206 ડેમોમાં પાણીનો જથ્થો 60.66 ટકા થયો છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી 333.92 ફૂટ પર પહોંચી છે. ડેમના રુલ લેવલ કરતા માત્ર 1.8 ફૂટ ઓછુ પાણી છે. ડેમમાં 97 હજાર ક્યુસેક પાણીની આવક અને 84 હજાર ક્યુસેક પાણીની જાવક થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement