શોધખોળ કરો
ફરવા જવાનો પ્લાન બનાવો છો? આ સોમવારે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ રહેશે ખુલ્લુ, જાણો કેમ
હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને આ સોમવારે તમામ પ્રોજેક્ટો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
![ફરવા જવાનો પ્લાન બનાવો છો? આ સોમવારે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ રહેશે ખુલ્લુ, જાણો કેમ The Statue of Unity will be open this Monday ફરવા જવાનો પ્લાન બનાવો છો? આ સોમવારે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ રહેશે ખુલ્લુ, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/03160011/Statue-of-unity.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નર્મદાઃ હોળી-ધૂળેટી પર જો તમે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જોવા જઈ શકો છો. કારણે કે હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ સોમવારે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ખુલ્લુ રાખવામાં આવશે. જેના માટેનું બુકિંગ તમે ઓનલાઈન પણ કરી શકો છો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે રોજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
નર્મદાની કેવડિયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વીકએન્ડમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જેના કારણે દર સોમવારે સાફ-સફાઈ તેમજ સમારકામ માટે રજા રાખવામાં આવતી હોય છે. જોકે હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને આ સોમવારે તમામ પ્રોજેક્ટો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રવાસીઓ soutickets.in તેમજ મોબાઈલ એપ્લિકેશન પરથી પોતાની ટીકિટ બુક કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં છેલ્લા એક વર્ષમાં દેશ તેમજ વિદેશમાંથી 40 લાખથી વધારે પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. આ સાથે અહીં હેલિકોપ્ટરની રાઈડથી તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઉપરથી પણ નજારો જોઈ શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)