શોધખોળ કરો
Advertisement
જન્માષ્ટમી પર ચાર દિવસ સુધી દ્વારકાધીશનું મંદિર રહેશે બંધ, જાણો વિગત
કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને દ્વારકાધીશ મંદિરને તહેવારો પર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને દ્વારકાધીશ મંદિરને તહેવારો પર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંકટને ધ્યાનમાં રાખતા તંત્ર દ્વારા જન્માષ્ટીએ ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશનું જગતમંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દ્રારકાધીશનું મંદિર આગામી 10થી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે. નોંધનિય છે કે કૃષ્ણ જન્મોત્સવને હવે એક સપ્તાહનો સમય બાકી છે ત્યારે તંત્રના આ નિર્ણયથી ભક્તો દ્વારકાધીશના દર્શન કરી શકશે નહીં. દર વર્ષ લાખો ભક્તો જન્માષ્ટમીની રાત્રે દ્વારકાધીશના દર્શનના કરતા હોય છે.
જન્માષ્ટમી પર્વ પર અંદાજે દોઢ લાખ યાત્રિકો આવતા હોય જેને લઈ સાવચેતીના ભાગરૂપે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તારીખ 10 થી 13 સુધી યાત્રિકોને દર્શન માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે.
દ્વારકા જિલ્લા કલેક્ટરે દ્વારકાધીશ મંદિરને જન્માષ્ટમી પર્વ નિમિત્તે યાત્રિકો માટે દર્શન પ્રવેશ પર પ્રતિબંધ રાખવાનો હુકમ કર્યો છે. કોરોનાના કેસ જિલ્લામાં વધતા જતા હોય કલેકટરે યાત્રિકો માટે દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધનો હુકમ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement