શોધખોળ કરો

વાયબ્રન્ટ કચ્છ: ગુજરાતનો ધમધમતો ઔદ્યોગિક જિલ્લો, હાલમાં રૂપિયા 1,40,000 કરોડથી વધુનું રોકાણ

10 ઓક્ટોબર, 2023ના રોજ રાજ્યના કચ્છ જિલ્લામાં ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ કચ્છ’ કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીનનર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતમાં આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે હાલ રાજ્યભરમાં 'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે હેઠળ રાજ્યના 33 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. 10 ઓક્ટોબર, 2023ના રોજ રાજ્યના કચ્છ જિલ્લામાં ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ કચ્છ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન 3370 કરોડના 139 એમઓયુ થયા હતા.

ગુજરાતનો કચ્છ જિલ્લો આજે અનેક પ્રકારના ઔદ્યોગિક એકમોની હાજરીથી ધમધમી રહ્યો છે, અને રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનોના કારણે છેલ્લા 20 વર્ષોમાં કચ્છ જિલ્લાએ કરોડોના રોકાણો આકર્ષિત કર્યા છે. 26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા ભયાનક ભૂકંપે કચ્છમાં ઘણો વિનાશ નોતર્યો હતો. તે સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ જિલ્લા અને ત્યાં વસતા લોકોના ઉત્થાન માટે સક્રિય પ્રયાસો શરૂ કર્યા. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કચ્છના વિકાસ માટે વિવિધ પહેલો અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી અને કચ્છનો આર્થિક કાયાકલ્પ થવાનો શરૂ થયો, જેમાં તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે પણ અભૂતપૂર્વ ભૂમિકા ભજવી છે.

આજે ગુજરાતીઓ સમક્ષ એક નવું જ કચ્છ આકાર પામ્યું છે, જ્યાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. ભૂકંપ પહેલા કચ્છમાં માત્ર 2500 કરોડ રૂપિયાના રોકાણો હતા, જેની સામે આજે જિલ્લામાં 1,40,000 કરોડ રૂપિયાથી પણ વધુના રોકાણો કાર્યરત છે, અને દર વર્ષે જિલ્લામાં વધુ ને વધુ રોકાણો આવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં સ્થાપિત ઉદ્યોગો હાલ 3.5 લાખથી વધુ કામદારોને રોજગાર પૂરો પાડી રહ્યા છે.

વિવિધ પ્રકારના ઉદ્યોગોથી ધમધમી રહ્યો છે કચ્છ જિલ્લો 

કચ્છ જિલ્લાના દૂરના પશ્ચિમ ખૂણામાં અલ્ટ્રાટેક સિમેન્ટ અને સાંઘી સિમેન્ટના પ્લાન્ટ્સ આવેલા છે, જે વિશ્વના સૌથી મોટા સિમેન્ટ પ્લાન્ટ્સમાંના એક છે. કચ્છ જિલ્લો સબમર્જ્ડ આર્ક વેલ્ડીંગ પાઇપ ઉત્પાદન માટેની ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું બીજું સૌથી મોટું હબ છે. વેલસ્પન કોર્પ લિમિટેડ, જિંદાલ સૉ લિમિટેડ, રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ વગેરે જેવા મોટા પાયાના એકમો જિલ્લામાં સ્થિત છે. કચ્છમાં વિશ્વનો બીજો સૌથી મોટો ટેક્સટાઈલ પ્લાન્ટ એટલે કે વેલસ્પન ઇન્ડિયા લિમિટેડનો પ્લાન્ટ આવેલો છે, જે મુખ્યત્વે પશ્ચિમી દેશોમાં નિકાસ કરે છે. કચ્છમાં ભુજ ખાતે BKTનું વિશાળ કૃષિ અને ઔદ્યોગિક ટાયર બનાવતું યુનિટ આવેલું છે.

કંડલા SEZ અને મુંદ્રા SEZ

દેશની નિકાસને વેગ આપતા બે મહત્વના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) કચ્છ જિલ્લામાં કાર્યરત છે. કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (KASEZ) એશિયામાં પહેલું અને ભારતમાં મુખ્ય મલ્ટી-પ્રોડક્ટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંનું એક છે. કાસેઝની ભૌતિક નિકાસ નાણાકીય વર્ષ 1996-97માં ₹7 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2021-22માં ₹9172 કરોડ થઈ છે. હાલમાં કાસેઝમાં 316 ઓપરેશનલ એકમો છે, જેમાં દેશના લગભગ 10 ટકા કાર્યકારી સેઝ છે. એકલું કાસેઝ 28,000 લોકો માટે સીધી રોજગારીનું સર્જન કરે છે અને SEZમાંથી લગભગ 30 ટકાની આખા ભારતમાં નિકાસ કરે છે.

કચ્છના મુંદ્રા ખાતે સ્થિત અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ એ ભારતનું સૌથી મોટું મલ્ટી પ્રોડક્ટ પોર્ટ આધારિત SEZ છે, જેમાં હાલ 67 એકમો કાર્યરત છે. નાણાકીય વર્ષ 2021-22 માં 150.24 મેટ્રિક ટન (MT) કાર્ગો હેન્ડલ કરીને ભારતના કોઈપણ પોર્ટ પર કાર્ગો હેન્ડલ કરવામાં મુંદ્રા પોર્ટ પ્રથમ સ્થાને છે. જિલ્લાના કંડલા અને મુંદ્રા બંદરો મળીને આજે દેશના કુલ કાર્ગોના આશરે 30 ટકા હેન્ડલ કરે છે.

દેશમાં ઉત્પાદિત કુલ મીઠાના 30 ટકા ઉત્પાદન કચ્છ જિલ્લામાં

ઔદ્યોગિક વપરાશ તેમજ ખાવામાં વપરાશ માટે દેશમાં ઉત્પાદિત કુલ મીઠાના 30 ટકા જેટલું એટલે કે અંદાજીત 200 લાખ મેટ્રિક ટન વાર્ષિક મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે. જિલ્લામાં 30થી વધુ ખાવા યોગ્ય મીઠાની રિફાઇનરીઓ આવેલી છે, જે ફ્રી-ફ્લો આયોડાઇઝ્ડ મીઠું બનાવે છે. આ ઉપરાંત, જિલ્લામાં બ્રોમીનનું ઉત્પાદન કરતા એકમો આવેલ છે, જે હાલ વાર્ષિક અંદાજિત 37,000 મેટ્રિક ટન બ્રોમીનનું ઉત્પાદન કરે છે. સાથે જ જિલ્લામાં આવેલી અદાણી વિલ્મૉર, કારગિલ, બંજ વગેરે જેવી ખાદ્ય તેલની રિફાઇનરીઓ ખાદ્ય તેલનું પ્રોસેસિંગ કરે છે. જિલ્લામાં સ્પોન્જ આયર્ન, ટીએમટી બાર, ઇંગોટ્સ અને અન્ય સ્ટીલ ઉત્પાદનોનું ઉત્પાદન કરતા ઘણા સ્ટીલ પ્લાન્ટ્સ છે. વધુમાં, જિલ્લામાં બેન્ટોનાઈટ અને બ્લીચિંગ માટીના ઉત્પાદકો પણ આવેલા છે.

કચ્છ જિલ્લો સમગ્ર દેશમાં તેની અદ્ભુત કલાકૃતિઓ માટે જાણીતો છે. કચ્છની લગભગ 20 કલાઓ આઇડેન્ટિફાઇડ કલાઓ છે, અને હાલ 2 કલાઓ (કચ્છની શાલ અને કચ્છ એમ્બ્રોઇડરી) GI ટેગથી નોંધાયેલી છે. કચ્છમાં દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી એમ ચાર મહિના માટે આયોજિત થતો રણોત્સવ આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેના કારણે કચ્છના પ્રવાસન ક્ષેત્રને વેગ મળ્યો છે. પ્રવાસનને વેગ મળવાથી કચ્છના હેન્ડિક્રાફ્ટ્સના સ્થાનિક કલાકારોને વિશાળ બજાર અને આર્થિક લાભો મળી રહ્યા છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં નોંધાયેલા કારીગરોની સંખ્યામાં સતત વધારો થયો છે. હાલમાં જિલ્લામાં 25,000 થી વધુ નોંધાયેલા કારીગરો છે. કેન્દ્ર સરકારની ‘એક જિલ્લા એક ઉત્પાદન’ (ODOP) યોજના હેઠળ આ ક્ષેત્રને ઔપચારિક બનાવવા અને નિકાસને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
Embed widget