(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના રસીના બન્ને ડોઝ લીધા બાદ પણ કોરોનાનો ચેપ લાગી શકે છે, જાણો તબીબઓ શું ચિતા વ્યક્ત કરી
પરિવારના સભ્યોએ વેક્સીન ન લીધી હોવાથી પરિવારમાં એક વ્યક્તિ બની શકે છે સાઈલેન્ટ કેરિયર. વેક્સીન લીધા બાદ માસ્ક ન પહેરવું મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે.
દેશભરમાં વેક્સીનેશન (corona vaccination)ની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે. ત્યારે એવામાં અમદાવાદમાં વેક્સીન લીધા બાદ પણ લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ સંક્રમણ વધવાના કિસ્સા વધી રહ્યા છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તૈયાર કરેલા આંકલન મુજબ અનેક તારણો સામે આવ્યા છે. જેમાં વેક્સીન (corona vaccine) લીધા બાદ એન્ટી બોડી ડેવલપ થવાથી કોરોના નહીં થાય તેવી ભ્રમણા. વેક્સીન લીધા બાદ પણ કોરોના શરીરમાં ગયો તો સુપરસ્પ્રેડર બની શકો છો. કોરોનાની વેક્સીન કેટલી અસરકારક છે તેના પર સર્વે ચાલી રહ્યો છે.
પરિવારના સભ્યોએ વેક્સીન ન લીધી હોવાથી પરિવારમાં એક વ્યક્તિ બની શકે છે સાઈલેન્ટ કેરિયર. વેક્સીન લીધા બાદ માસ્ક ન પહેરવું મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે.
કેટલાક નાગરિકોને એવી ભ્રમણા છે કે વેક્સીન લીધા બાદ નહીં થાય કોરોના. આવા નાગરિકો સામે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને ડોઝ લીધા બાદ પણ કોરોનાનું સંક્રમણ તો લાગી જ શકે છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં ગઈકાલે 2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.35 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3, સુરત કોર્પોરેશન(SMC)માં 4, વડોદરા કોર્પોરેશનમાં 1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ 9 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4528 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 613, સુરત કોર્પોરેશનમાં 464, વડોદરા કોર્પોરેશનમાં 292, રાજકોટ કોર્પોરેશનમાં 179, સુરત 151, વડોદરા 71, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-33, જામનગર કોર્પોરેશન -32, મહેસાણા-31, મહીસાગર-29, ભરુચ-28, ગાંધીનગર કોર્પોરેશન-27, પાટણ-27, ખેડા-26, મોરબી-26, સાબરકાંઠા-26,ગાંધીનગર-25, પંચમહાલ-25, અમરેલી-24, જામનગર-24, કચ્છ-24, નર્મદા-22, દાહોદ-21, આણંદ-19, વલસાડ-17, સુરેન્દ્રનગર-14, અમદાવાદ-13, બનાસકાંઠા-12 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2015 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,92,584 છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53,68,002 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,97,680 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 60,65,682 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,69,262 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.