શોધખોળ કરો
Advertisement
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી પહોંચી ઐતિહાસિક સ્તર પર
ડેમની જળ સપાટી 136.51 મીટરે પહોંચતા ડેમમાંથી 10 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. નર્મદા ડેમમાં ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમનું પાણી છોડવામાં આવ્યું છે.
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાંથી મોટાપાયે પાણીની આવક થતાં ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની જળ સપાટી 136.51 મીટરે પહોંચતા ડેમમાંથી 10 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. નર્મદા ડેમમાં ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમનું પાણી છોડવામાં આવ્યું છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 30 ફૂટ પહોંચી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી જળ સપાટી વધારો થયો છે. નદીનું જળસ્તર વધતાં આસપાસના 20 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા નદીમાં 6 લાખ ક્યુસેક પાણી છોડાતા કલેકટરે ટ્વિટ કરી લોકોને નદી કાંઠા વિસ્તારમાં ન જવા ચેતવણી આપી છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement