Gujarat: ગુજરાતમાં ઠંડીને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં ગુજરાતમાં હૂંફાળા વાતાવરણનો આવશે અંત અને ઠંડીનો ચમકારો વધશે. એક દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે હૂંફાળા વાતાવરણનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. હાલ તો ગુજરાતમાં સૂકું વાતાવરણ છે. અડધો ડિસેમ્બર મહિનો વિતી ગયો છતાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી કે, 48 કલાક બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે. આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયુ તો ગાંધીનગરમાં 14 અને અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Surat : સુરતમાં મેડિકલની વિદ્યાર્થિનીનો ગળે ફાંસો, "ગેમ ઓવર" ટી-શર્ટ બન્યું ચર્ચાનો વિષય
Madical College Student : ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. હવે તબીબી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા જીવન ટુંકાવ્યું હતું. મૃતક વિદ્યાર્થિની કિમ ખાતે આવેલી BHMS કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. વિદ્યાર્થીએ આત્મહત્યા કરી ત્યારે તેણે 'ગેમ ઓવર' લખેલું ટી-શર્ટ પહેર્યું હતું તે સૌથી ચોંકાવનારી બાબત છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થિનીનો પરિવાર શોકાતુર બન્યો છે.
વિદ્યાર્થિનીને પરીક્ષામાં કેટલાક વિષયમાં નાપાસ થઈ હોવાથી તણાવ હેઠળ હોવાનું કહેવાય છે. પોલીસે ફરિયાદના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુંસાર જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં રહેતી જાનવીબેન દિલીપભાઇ પટેલ (ઉં.વ.20) કિમ ખાતેના અણીતા ગામમાં આવેલી BHMS કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી હતી. જાનવીએ આજે સોમવારે બપોરે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો ઘરની બહાર ગયા હતા ત્યારે જાનવીએ આ પગલું ભર્યું હતં. પરિજનો જ્યારે ઘરમાં આવ્યા અને જાનવીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ હેબતાઇ ગયા હતા. તેમણે જાનવીને તાબડતોબ નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં જાનવીને મૃત જાહેર કરવામાં આવી હતી. જુનાવ દિકરીની ઓચિંતિ વિદાયથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. પરિજનો ચોધાર આંસુએ હૈયાફાટ કલ્પાતં કરી રહ્યો છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
