Selvas: દમણ ગંગા નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવકને બચાવવા બે વ્યક્તિએ પોતાના જીવ જોખમમાં મુક્યો
સેલવાસ: એક વ્યક્તિએ દમણ ગંગા નદીમાં મોતની છલાંગ લગાવી હતી જો કે, ફરજ પરના એક હોમગાર્ડ અને એક સ્થાનિક યુવકે તેનો જીવ બચાવ્યો હતો.
સેલવાસ: એક વ્યક્તિએ દમણ ગંગા નદીમાં મોતની છલાંગ લગાવી હતી જો કે, ફરજ પરના એક હોમગાર્ડ અને એક સ્થાનિક યુવકે તેનો જીવ બચાવ્યો હતો. નદીમાં કૂદી પડેલ વ્યક્તિને બચાવવા હોમગાર્ડ અને યુવકે પોતાના જીવને જોખમમાં મૂકી વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. બબ્બન બાબુ મોહિતે નામના વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી. હાલમાં યુવકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હોમગાર્ડ જવાન અને યુવકની બહાદુરીથી બબ્બન મોહિતેનો બચાવ થયો. હાલમાં સેલવાસ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જો કે, યુવકે આ પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી.
મુંબઈ જઈ રહેલા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત
વડોદરા: નેશનલ હાઇવે 48 પરના વરણામાં પાસે અકસ્માત સર્જાયો છે. ફોર વ્હીલ ગાડી અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ગોંડલીયા પરિવારને વરણામાં પાસે અકસ્માત નડ્યો છે. ગોંડલીયા પરિવાર અમદાવાદથી ફોર વ્હીલ ગાડીમાં મુંબઈ જતો હતો. ફોર વ્હીલ ગાડીમાં 5 વ્યક્તિઓ સવાર હતા.આ અકસ્માતમાં ત્રણના મોત થયા છે જ્યારે બે ને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતના પગલે વરણામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. વરણામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક ના નામ
( ૧ ) મહેશભાઈ નાનજીભાઈ ઉંમર વર્ષ 44
(૨) નિયતી ગોંડલીયા ઉંમર વર્ષ 12
( ૩ ) સંગીતાબેન મિતેષભાઈ
ટ્રેલર ચાલકે ફોરવ્હીલ ગાડીને પાછળથી ટક્કર મારી
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નીતેષભાઇ સવજીભાઇ ગોંડલીયા જેઓ મુંબઇમાં રહે છે અને મૂળ અમરેલીના રહેવાસી છે. તારીખ-૧૫/૦૧/૨૦૨૩ ના રોજ પત્ની સંગીતાબેન તથા છોકરી નીયતીબેન તથા દીકરા પુર્વ તથા સાળા મહેશભાઇએ રીતેનાં પાંચેય લોકો અમદાવાદથી મુંબઇ જતા હતા. તે વખતે સાંજનાં છ વાગ્યા આસપાસ નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપર વરણામા ગામની બાજુમાં ગુરૂ નાનક હોટલથી થોડે આગળ ફોરવ્હીલ ગાડીને એક ટાટા કંપનીના ટ્રેલર ચાલકે પોતાની ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફોરવ્હીલ ગાડીને પાછળથી ટક્કર મારી એક્સિડન્ટ કરતા અકસ્માત સર્જાયો હતો.