Junagadh: કેશોદમાં વી.પટેલ આંગડીયા પેઢીમાં 12 લાખથી વધુની લૂંટ, પોલીસે નાકાબંધી કરી
કેશોદમાં વી.પટેલ નામની આંગડીયા પેઢીના બે કર્મચારીઓ થેલામાં 12 લાખથી વધુની રકમ લઈ જતા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો દ્વારા થેલો લઈ નાસી છુટયા હતા.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદમાં વી.પટેલ નામની આંગડીયા પેઢીના બે કર્મચારીઓ થેલામાં 12 લાખથી વધુની રકમ લઈ જતા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો દ્વારા થેલો લઈ નાસી છુટયા હતા. કર્મચારીઓ એક્ટિવામાં થેલો લઈ જતા હતા ત્યારે અજાણ્યા શખ્સો પગમાં રહેવો થેલો લઈ નાસી ગયા હતા. આ મામલે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
અહેવાલ અનુસાર, કેશોદ જલારામ મંદિર રોડ પર ગીરીરાજનગરમાં રહેતા અને વી.પટેલ આંગડીયા પેઢીના કર્મચારી પ્રફુલભાઇ ગીરધરભાઇ ગોટેચા અને તેમના સાહેદ બંને પોતાની એકટીવામાં આવતા હોય ત્યારે તેમના ઘર નજીક જલારામ મંદિર રોડ પરના ગીરીરાજનગર નજીક પહોંચ્યા હતા ત્યારે એક કાળા કલરની એકટીવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પગ પાસે રાખેલ થેલો ઝુંટવી ભાગી છુટયા હતા. આ થેલામાં 12 લાખથી વધુની રકમ હતી. જે અંગેની ફરીયાદ પ્રફુલભાઇ ગીરધરભાઇ ગોટેચાએ નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદ પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે. સરાજાહેર લૂંટ કેશોદના ધમધમતા રોડ પર રાત્રે 8.15 વાગ્યે બની હતી. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે. રાત્રિના કારણે એકટીવામાં આવેલા બંને શખ્સોના એકટીવાના નંબરની સીરીઝ જોવા મળી ન હતી.
કુખ્યાત "પારઘી" ગેંગના આરોપીને પકડવા સુરત પોલીસે દિલ્લીમાં ફુગ્ગા વેંચી પાડ્યો ખેલ
પોલીસ આરોપીઓને પકડવા નીત નવી ટ્રીક વાપરતી હોય છે. ક્યારેક રિક્ષાવાળા, ક્યારેક મજુર તો ક્યારેક ફુગ્ગાવાળા બનીને આરોપીને દબોચતા હોય છે. ઘરફોડ ચોરીના ગુનામાં મધ્યપ્રદેશની કુખ્યાત ”પારઘી” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જેમાં પોલીસે ફુગ્ગાવાળા બનીને શખ્સને દબોચ્યો હતો.
આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ ભટાર સ્થિત ઠાકોર પાર્ક સોસાયટીના મકાનમાં ગત 28મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી.જગદીશ સુખાભાઈ આહીરના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાના અલગ અલગ ઘરેણાં,કાંડા ઘડિયાળ,મોબાઈલ તેમજ 5.54 લાખની રોકડ રકમ સહિત 11.36 લાખની મત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
ઘટનાના પગલે ખટોદરા પોલીસે મકાન માલિક જગદીશ સુખાભાઈ આહિરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ખટોદરા પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી હતી. આ દરમ્યાન પોલીસે ઘટના સ્થળથી લઈ અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. આ દરમ્યાન ઘટના બની તે સમયના એક્ટિવ મોબાઈલ નંબરો ટ્રેસ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક મોબાઈલ નંબરનું લોકેશન મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલ બાબા કા ખેજરા તાલુકાના કનેરી ગામનું મળી આવ્યું હતું.