Gujarat Rain: વરસાદને લઈ રાજ્યના હવામાન વિભાગ દ્વારા જાણો શું કરાઈ આગાહી
રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. સિસ્ટમ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે.
અમદાવાદ: રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. સિસ્ટમ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચોમાસુ 30 સપ્ટેમ્બર સુધી રહેશે, જેના કારણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. નવી વરસાદી સિસ્ટમ બનશે તો ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ,ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દરિયાઈ કાંઠે 40 થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાશે.
રાજ્યમાં ચોમાસાની વર્તમાન સીઝનમાં સરેરાશ કુલ 79.83 ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 72.26 ટકા જળસંગ્રહ થયો હતો. સરદાર સરોવર પરિયોજનામાં 74.80 ટકા જળસંગ્રહ થયો હતો. રાજ્યના 92 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,51,184 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 65 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 27 જળાશયો મળી કુલ 92 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 27 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 9 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
https://t.me/abpasmitaofficial