શોધખોળ કરો

ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ, એક પાટીદાર, એક દલીત એક ઓબીસી ચહેરો હશે

ગુજરાતમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યમંત્રીના નામને લઈ  દિલ્હીથી ગાંધીનગર આવેલ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી.

ગાંધીનગર:  ગુજરાતમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યમંત્રીના નામને લઈ  દિલ્હીથી ગાંધીનગર આવેલ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા અંગે ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. સૂત્રોના કહેવા અનુસાર, ગુજરાતમા નવા મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ, આર સી ફળદુ અથવા સી આર પાટીલને માટે સર્વાનુમતે નક્કી થયુ હોવાનું કહેવાઈ રહ્યું છે.

ભાજપના નિરીક્ષકોની હાજરીમાં કોર કમિટીની બેઠકમાં કરાયેલા નિર્ણયો અંગેની સત્તાવાર જાહેરાત હવે ભાજપના ધારાસભ્યની બેઠકમાં કરવામાં આવશે. જેમાં કોઈ એક આગેવાન નવા મુખ્યપ્રધાનના નામની દરખાસ્ત કરશે અને અન્ય નેતા તે નામને અનુમોદન આપશે.

આ સાથે જ એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, ઉતર પ્રદેશની માફક જ ગુજરાતમાં પણ બે નાયબ મુખ્યપ્રધાન રાખવામાં આવી શકે છે. જેમાં એક નાયબ મુખ્ય પ્રધાન ઓબીસી જ્ઞાતિના હશે તો બીજા નાયબ મુખ્ય પ્રધાન દલીત ચહરો હોઈ શકે છે.  બે નાયબ મુખ્યપ્રધાનની નિમણૂંકથી ભાજપ 2022માં આવનાર વિધાનસભાની ચૂંટણી જીતવા માટેની ફોર્મ્યુલા અપનાવીને ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ કરી રહી છે.

દિલ્હીથી મોવડી મંડળ દ્વારા ગાંધીનગરમાં મોકલાયેલા કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર તોમર, પ્રહલાદ જોષી અને તરુણ ચુંગ ઉપરાંત કેન્દ્રીય સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં આજે સવારે બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મોવડીમંડળ દ્વારા ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામ અંગે સુચવાયેલા નામ અંગે પહેલા ચર્ચા કરી હતી અને ત્યાર બાદ ગુજરાત ભાજપની કોર કમિટીમાં નવા પ્રધાનમંડળને લઈને પણ ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

રૂપાણી નવા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂકશે

વિજયભાઈ રૂપાણીનું થોડીવારમાં સંબોધન શરૂ થશે અને તેમાં જ તેઓ નવાા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂકશે. હોલમાં ભાજપના ધારાસભ્યોએ પોતાનું નામ લઈ લીધું છે.

C R પાટીલ, નીતિન પટેલનું નામ મોખરે

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નીતિન પટેલનું નામ મોખરે છે. જોકે હજુ સુધી કોઈ સત્તવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ થોડી જ મિનિટોમાં રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget