ગુજરાતનો આ જિલ્લો કોરોનાની બીજી લહેરમાં પણ સલામત, કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો, જાણો વિગત
ગઈકાલે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા.
![ગુજરાતનો આ જિલ્લો કોરોનાની બીજી લહેરમાં પણ સલામત, કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો, જાણો વિગત This district of Gujarat is safe even in the second wave of Corona, not a single new case of Corona has been reported, know the details ગુજરાતનો આ જિલ્લો કોરોનાની બીજી લહેરમાં પણ સલામત, કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/22/87b830ae621bdd604ab27c318961143b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોન સંખ્યા વધી રહી છે અને ચાર મોટાં શહેરોમાં તો સ્થિતી ગંભીર છે ત્યારે આશ્ચર્યજનક રીતે કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં હજુ કોરોનાનો બહુ કહેર નથી. આ પૈકી પોરબંદર જિલ્લો તો એવો છે કે જ્યાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા 1640 કેસ નોંધાયા હતા તેમાં પોરબંદર જ એક માત્ર એવો જિલ્લો હતો કે જ્યાં કોરોનાનો નવો કોઈ કેસ નથી નોંધાયો. પોરબંદરમાં સોમવારે કોરોનાના 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 481, સુરત કોર્પોરેશનમાં 429, વડોદરા કોર્પોરેશનમાં 139, રાજકોટ કોર્પોરેશનમાં 126, સુરતમાં 54, ખેડા 41, રાજકોટ 26, ભાવનગર કોર્પોરેશન -23, દાહોદ 23 , પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 22, વડોદરા 20, ગાંધીનગર કોર્પોરેશન 19, કચ્છ 17, મોરબી 17, નર્મદા 16, ગાંધીનગર 15, પાટણ 15, ભરૂચ 14, મહેસાણા 12, અમરેલી 10, આણંદ 9, ભાવનગર 9, જુનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને નવસારી 8-8 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
અમદાવાદ કોર્પોરેશનમાં 351, સુરત કોર્પોરેશનમાં 296, વડોદરા કોર્પોરેશનમાં 92, રાજકોટ કોર્પોરેશનમાં 81, સુરતમાં 13, ખેડા 22, ભાવનગર કોર્પોરેશન 16, પંચમહાલમાં 7, સાબરકાંઠા 5, મહેસાણા 27, રાજકોટ 16, વડોદરા 22, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 5 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 32,74,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,03,693 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,32,831 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)