શોધખોળ કરો
Advertisement
'સ્પેસ એપ્લિકેશન સેન્ટર'ના ડિરેક્ટર તરીકે આ ગુજરાતીની કરાઈ વરણી
ત્રણ દાયકાથી ઈસરો સાથે જોડાયેલા નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ હવે દેશની આ ટોચની અવકાશ સંશોધન સંસ્થા કાર્ય કરશે.
ગુજરાતીઓ અને ગુજરાત (Gujarat) માટે ગર્વ કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક ગુજરાતીને દેશની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સંશોધન સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર (Space Application Center)ના નિયામક તરીકે જાણીતા ગુજરાતી વૈજ્ઞાનિક નિલેશ દેસાઈની નિમણૂક થઈ છે.અત્યાર સુધી નિલેશ દેસાઈ એસોસિએટ ડિરેક્ટર હતા.
ત્રણ દાયકાથી ઈસરો સાથે જોડાયેલા નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ હવે દેશની આ ટોચની અવકાશ સંશોધન સંસ્થા કાર્ય કરશે. અગાઉ વિક્રમ સારાભાઈ અને એ પછી પ્રોફેસર પી.ડી.ભાવસાર એ બે ગુજરાતી અગાઉ અમદાવાદની આંતરરાષ્ટ્રીય વિજ્ઞાાન સંસ્થા સેકના ડિરેક્ટરો રહી ચૂક્યા છે. પ્રોફેસર ભાવસાર ૧૯૮૫થી ૧૯૮૬ સુધી ડિરેક્ટર હતા. એ પછી દેસાઈ પ્રથમ ગુજરાતી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરોની મહત્ત્વની સંસ્થા છે અને ભારતના અનેક ઉપગ્રહોની કામગીરી અહીં જ થાય છે.
નિલેશ દેસાઈ રેડાર ટેકનોલોજીના નિષ્ણાત છે. ઓલ વેધર એટલે કે દરેક ઋતુમાં કામ આપી શકે અને ઉપગ્રહમાં ફીટ થયા પછી વાદળછાયા વાતાવરણમાં પણ કામ આપી શકે એવા રેડાર તેમણે તૈયાર કર્યા છે. ઈસરોએ અમેરિકન નેવિગેશન સિસ્ટમ જીપીએસનો ભારતીય વિકલ્પ તૈયાર કર્યો છે. 'નાવિક'ના ટૂંકા નામે ઓળખાતી આ સેટેલાઈટ સિસ્ટમ શરૂ કરવામાં નિલેશ દેસાઈએ નોંધપાત્ર પ્રદાન આપ્યુ છે. મૂળ નવસારીના વતની નિલેશ દેસાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં ૩૫ વર્ષથી કામ કરે છે.
બીજી તરફ ઈસરોના અધ્યક્ષ કે. શિવનના કાર્યકાળને એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે. તેમનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2021માં પૂરો થવાનો હતો, જેને વધારીને 14 જાન્યુઆરી 2022 સુધી કરી દેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement