AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં, ઇશુદાન ગઢવીએ શું કહ્યું, આ હતું પહેલું નિવેદન
આપના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ઇશુદાન ગઢવીનું નામ જાહેર થતાં તેઓ ભાવુક થઇ ગયા હતા અને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજનિતીમાં આવવું તે મારો શોખ કે મહત્વકાંક્ષા નથી પરંતુ મજબુરી છે.
અમદાવાદ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરાઇ છે.
આપના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ઇશુદાન ગઢવીનું નામ જાહેર થતાં તેઓ ભાવુક થઇ ગયા હતા અને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજનિતીમાં આવવું તે મારો શોખ કે મહત્વકાંક્ષા નથી પરંતુ મજબુરી છે.
આપના મુખ્યમંત્રીના ઉમેદવાદ તરીકે જ્યારે ઇશુદાન ગઢવીનું નામ જાહેર થયું તો તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હું રાજકારણમાં રાજનિતીને બદલવા આવ્યો છું, રાજનિતી કરવા નથી આવ્યો. ઇશુદાન ગઢવીએ જણાવ્યું કે,સિક્યોર જોબ અને શાંતિની જિંદગી છોડવા માટે મને પ્રવર્તમાન સ્થિતિએ મજબુર કર્યો છે. તેમણે જણાવ્યું પ્ર્ત્રકાર તરીકે કામ કરતા લોકોના પ્રશ્નો અને સ્થિતિ વાકેફ થયા બાદ કેટલીક રાત્રો હું રડ્યો છું. ન્યુઝ ચેનલમાં કામ કરતાં જ્યારે મેં મારો શો શરૂ કર્યો તો ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો મને વિહવળ કરી દેતા હતા.. જો કે એ સમયે હું અન્યાય, શોષણ સામે અવાજ ઉઠાવતો હતો. પરંતુ પરિસ્થિતિને બદલવા માટે મારે રાજકારણમાં પ્રવેશ કરવો પડ્યો.