શોધખોળ કરો
Advertisement
ગુજરાતનાં આ વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં થશે મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહેલો જોવા મળી રહ્યો છે.
અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ તરફના પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે છે.રાજ્યમાં 13મી જુલાઇ એટલે આજથી 15 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેશે.
આમ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, નવસારી, વલસાડમાં મુખ્યત્વે આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ અંજારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદની આગાહી
૧૩ જુલાઇ- ખેડા, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી
૧૪ જુલાઇ- આણંદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી
૧૫ જુલાઇ- નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement