શોધખોળ કરો

Amreli: શેલ નદીમાં ડૂબી જવાથી 3ના મોત, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

અમરેલી: ધારીના લાખાપાદર શેલ નદીમાં ત્રણ વ્યક્તિના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. અહીં નદીમાં ન્હાવા આવેલ ત્રણેય વ્યક્તિઓના ડૂબી જવાથી  મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. લાખપાદર બુધેશ્વર મહાદેવના મંદિર નજીક શેલ નદીમાં આ ગોજારી ઘટના બની છે.

અમરેલી ગામના કિશોરભાઈ ડાંગર, રાજવીર ડાંગર  અને ગોરલબેન ડાંગરના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સ્થાનિકો દ્વારા ત્રણેય વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ગામના સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પીએમ માટે ચલાલા લઈ જવામા આવ્યા છે.

આગામી 24 કલાકમાં આ જિલ્લામાં પડશે

હવામાન વિભાગના તાજેતરના અપડેટ્સ મુજબ આગામી 24 કલાકમાં ફરી દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ,નવસારી,દમણ અને દાદરાનગરહવેલીમાં વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.

28 જુલાઈએ નવસારી, વલસાડ,દમણ અને દાદરાનગરહવેલી માં અતિભારે વરસાદનો અનુમાન છે. સુરત ,ડાંગ અને તાપીમાં  પણ ભારે વરસાદનું અનુમાન છે.  શેર ઝોન છે જેના કારણે 2 દિવસ વરસાદ રહેશે. વરસાદના અનુમાનના કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિમી ની ઝડપે પવન ફૂકાશે. દક્ષિમ ગુજરાત સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય  છૂટા છવાયા વરસાદનો અનુમાન છે.

દિલ્હીમાં કેવું રહશે હવામાન ?
IMD એ ગુરુવારે (27 જુલાઈ) દિલ્હીમાં મધ્યમ વરસાદ માટે આજે માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચથી છ દિવસમાં વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ અને વાદળોના કારણે વાતાવરણ ખુશનુમા રહેશે અને તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

હિમાચલ પ્રદેશમાં શું રહેશે હવામાનની સ્થિતિ ?
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના નવ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે મુજબ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યમથી ભારે વરસાદને કારણે વાદળ ફાટવાને કારણે કેટલાય જિલ્લાઓમાં પૂરનો ભોગ બનેલા હિમાચલ પ્રદેશની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જે 9 જિલ્લાઓ માટે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, તેમાં સોલન, મંડી અને શિમલા જેવા આર્થિક અને પ્રવાસન મહત્વ ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

મુંબઇમાં કેવું રહેશે હવામાન ?
હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, પડોશી થાણે અને રાયગઢ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને થાણે જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટની જાહેર કર્યુ છે. આજે માટે રત્નાગીરી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જ્યારે થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Embed widget