કીર્તિ પટેલને વધુ એક ફટકો! હત્યાના પ્રયાસ કેસમાં કોર્ટે આપ્યો મોટો આદેશ, જાણો શું છે આ મોટા સમાચાર?
વિવાદોમાં રહેલી ટિકટોક (TikTok) સ્ટાર કીર્તિ પટેલને (Kirti Patel) વધુ એક મોટો ફટકો પડ્યો છે.

Kirti Patel attempt to murder: વિવાદોમાં રહેલી ટિકટોક (TikTok) સ્ટાર કીર્તિ પટેલને (Kirti Patel) વધુ એક મોટો ફટકો પડ્યો છે. 2020માં તેની સામે નોંધાયેલા હત્યાના પ્રયાસના (Attempt to Murder) ગુનામાં કોર્ટે (Court) તેના જામીન નામંજૂર (Bail Rejected) કર્યા છે. કીર્તિ પટેલ પર આરોપ હતો કે તે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ મુદત મુજબ સતત ગેરહાજર રહી હતી, જેને કારણે કોર્ટે તેના જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે.
પુણા પોલીસ દ્વારા ધરપકડ અને સતત ગેરહાજરીનો સિલસિલો
2020માં કીર્તિ પટેલ (Kirti Patel) સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ પુણા પોલીસે (Surat Police) તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારે તેને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જોકે, ત્યારબાદ તે મુદત પ્રમાણે કોર્ટમાં હાજર રહેતી ન હતી. આ સતત ગેરહાજરીને કારણે કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. સરકારી વકીલ દ્વારા કીર્તિ પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant) ઇશ્યુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, અને કોર્ટે આ રજૂઆતને માન્ય રાખીને આરોપી કીર્તિ પટેલના જામીન નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
હાલમાં કીર્તિ પટેલ (Kirti Patel) ખંડણીના (Extortion) અન્ય એક ગુનામાં જેલમાં બંધ છે. તે મામલે પણ તેણે કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ તે અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી, જેનાથી તેની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. આ નિર્ણય દર્શાવે છે કે ન્યાયતંત્ર કાયદાનું પાલન ન કરનારાઓ સામે કડક વલણ અપનાવી રહ્યું છે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ (Kirti Patel) સામે મારામારી, ખંડણી અને જમીન પચાવી પાડવા (લેન્ડગ્રેબિંગ) જેવા ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં, સુરતમાં એક વૃદ્ધ દંપતીની જમીન હડપ કરવાના કાવતરામાં તેની સંડોવણી સામે આવી છે, અને આ મામલે તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોન વન વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ અનેક અરજીઓ દાખલ થયેલી છે. આ સંદર્ભે, પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે જો કોઈ વ્યક્તિ આ આરોપીઓના કૃત્યોનો ભોગ બન્યું હોય, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી પોલીસ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય.





















