(Source: ECI/ABP News/ABP Majha)
નરેશ પટેલને કોંગ્રેસમાં લેવા ભરતસિંહે પ્રયાસો કર્યા તેજ, ભરતસિંહ હાઈકમાન્ડ સાથે વાત કરવા પહોંચ્યા દિલ્લી
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દિલ્લી પહોંચ્યા છે. હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે. તેઓ હાઈ કમાન્ડ સાથેની મુલાકાતમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા મુદ્દે અને પ્રશાંત કિશોર અંગે પણ કરશે ચર્ચા.
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દિલ્લી પહોંચ્યા છે. હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે. તેઓ હાઈ કમાન્ડ સાથેની મુલાકાતમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા મુદ્દે અને પ્રશાંત કિશોર અંગે પણ કરશે ચર્ચા. પરંતુ ભરતસિંહે દિલ્લીની મુલાકાતને તેમણે ઔપચારિક મુલાકાત ગણાવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ હાઈકમાન્ડ સતત નવી નિમણૂકો કરી રહ્યું છે. ત્યારે આજે કૉંગ્રેસ પ્રમુખે ગુજરાતામાં વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિયુક્તિ કરી છે. કૉંગ્રેસે વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિમણૂંક કરી છે તેમાં ઉમંગ સિંઘાર, વિરેંદ્રસિંહ, રામ કિશન અને બી.એમ.સંદિપને જવાબદારી સોંપવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે નવા સંગઠન માળખાની કરી હતી જાહેરાત
ગુજરાત કોંગ્રેસે ગુરુવારે તેના સંગઠનની યાદી જાહેર કરી હતી. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ હતી. ચૂંટણીના વર્ષમાં વિરોધ પક્ષે તમામ જિલ્લા અને નગરોમાં પાયા મજબૂત કરવા હોય તેમ જથ્થાબંધ ઉપપ્રમુખો, મહામંત્રીઓની નિમણુંક કરી દીધી છે.
કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા પ્રદેશ સંગઠન માળખાનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 75 મંત્રી તથા 25 ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટના અર્ધો ડઝન આગેવાનોએ પ્રદેશમાં સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી પણ અનેક નિમણુંક કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને જ જમ્બો સંગઠન ઘડવામાં આવ્યું છે. જ્ઞાતિવાદી ફેક્ટરથી માંડીને તમામ ક્ષેત્રો-જિલ્લાઓને પ્રતિનિધિત્વ મળે તેની તકેદારી રાખવામાં આવી છે. જો કે, એક નેતાએ એવો ગર્ભિત ઇશારો કર્યો છે કે, પાર્ટીદ્વારા સંગઠનમાં હોય તેને વિધાનસભાની ટીકીટ નહીં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રદેશ સંગઠનમાં 100 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે તે સંજોગોમાં સંગઠનમાં નામ ધરાવતા આગેવાનોની ચૂંટણી ટીકીટ મેળવવાની ઇચ્છા પર પાણી ફરે વળે તેવી શક્યતાનો ઇન્કાર થઇ શકતો નથી. આ મામલે સંગઠનમાં સ્થાન પામેલા હોદેદારોમાં ગણગણાટ શરુ થયો છે.