(Source: ECI/ABP News/ABP Majha)
હવામાન વિભાગે રાજ્યના ક્યાં મોટા શહેરમાં આપ્યું યેલો એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી શકે છે
કોરોનાની મહામારીની વચ્ચે હાલ મૌસમનો મિજાજ પણ બદલાયો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ તો કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદમાં આકરા તાપની શક્યતા હવામાન વિભાગે કરતા અમદાવાદ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે.
કોરોનાની મહામારીની વચ્ચે હાલ મૌસમનો મિજાજ પણ બદલાયો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ તો કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદમાં આકરા તાપની શક્યતા હવામાન વિભાગે કરતા અમદાવાદ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે.
કોરોનાની મહામારી વચ્ચે વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ 14 હજારથી વધુ કેસ દૈનિક સામે આવી રહ્યાં છે તો બીજી તરફ ક્યાંક મેઘરાજાનું આગમન થયું છે તો રાજ્યમાં ક્યાંક ગરમી અકળાવી રહી છે. હવામાન વિભાગે અમદાવાદમાં કાળઝાળ ગરમીની આગાહી કરતા યેલો એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દર વર્ષે અપ્રિલ માસમાં અમાદાવાદીઓ ધોમધખતા તાપનો અનુભવ કરે છે. આજે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતાના કારણે હવામાન વિભાગે યેલો એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આવનાર 2 દિવસમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આશંકા મુજબ રાજ્યના કેટલાક શહેરોમાં આગામી 2 દિવસ 3થી 4 ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સ્થિતિમાં તાપમાન 43થી 44 ડિગ્રી પહોંચી શકે છે. ગરમીની સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર,મોરબી, રાજકોટ, સહિતના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.
અમદાવાદમાં 41 ડિગ્રી, સુરતમાં 40,8 ભાવગનરમાં 40.6 અને કંડલામાં 41.4 તેમજ ભૂજમાં 42.2 તાપમાન નોંધાયુ હતું. તો ગાંધીનગરમાં 42 તો ડિસામાં 41.8 તાપમાન નોંધાયું છે. વડોદરા, વિદ્યાનગરમાં પણ 40 ડિગ્રી પાર તાપમાન નોંધાયું. કેશોદમાં 41.7 તાપમાન નોંધાયું તો કંડલામાં 41.4 અને ભાવનગરમાં 40.6 તાપમાન નોંધાયું.
રાજ્યમાં એક બાજુ કોરોનાની મહામારીના કારણે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યાં છે તો બીજી બાજુ આવી કાળઝાળ ગરમીમાં ઓક્સિજન અને ઇંજેકશન માટે લોકો લાઇનમાં તાપમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આમ રાજ્યના લોકો બેવડી મુશ્કેલી કરવાનો વારો આવ્યો છે.