શોધખોળ કરો

આજે ગુજરાત સાથે ડાંગનો પણ સ્થાપના દિવસ, જાણો ડાંગ સ્થાપના દિવસની રસપ્રદ વાતો

Dang Foundation Day : આજે ગુજરાતના પ્રવાસન સ્થળમાં સૌથી લોકપ્રિય એવુ કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ આજે ગુજરાતની શાન બન્યું છે.

Dang : આજે 1 મે ગુજરાત સ્થપાના દિવસ સાથે  ડાંગનો પણ સ્થાપના દિવસ હે.1960 માં મહારાષ્ટ્રથી ગુજરાત જુદુ પડ્યું ત્યારે ડાંગ જિલ્લાને માહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યો હતો. જોકે ડાંગના તે સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ડાંગ જિલાને ગુજરાતમાં રાખવા લડત ચલાવી હતી અને સંઘર્ષ બાદ ડાંગને ગુજરાતનો હિસ્સો બનવવામાં આવ્યો હતો. જેના કારણે આજે ગુજરાતના પ્રવાસન સ્થળમાં સૌથી લોકપ્રિય એવુ કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ આજે ગુજરાતની શાન બન્યું છે. 

માહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે તત્કાલિન કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર-ગુજરાત અને મુંબઈ એમ ત્રણ હિસ્સાના સમર્થનમા હતી. જેને કારણે મરાઠી ભાષીઓને એવું લાગતું હતું કે, ગુજરાતીઓને કારણે મુંબઇને મહારાષ્ટ્રમાંથી છીનવી લેવાશે. જેને કારણે ઊભી થયેલી ગેરમાન્યતાને કારણે સંઘર્ષ ઉગ્ર બન્યો હતો.

આ બધાની વચ્ચે ડાંગનો પ્રશ્ન પેચિદો બન્યો હતો. ડાંગની પ્રજાની બોલી 'મરાઠી' જેવી હતી. ડાંગના  લોકોની રહેણીકરણી અને પહેરવેશ પણ મહારાષ્ટ્રીયન લોકોને મળતો આવતો હતો. જેને કારણે ભારે ખેંચતાણ વચ્ચે, પહેલા ડાંગ અને પછી સાપુતારાને ગુજરાત સાથે રાખવા માટે તે સમયના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

વર્ષ 1956ની  મહાગુજરાત ચળવળ અને ડાંગ સાથેના ગુજરાત રાજ્યના સ્વપ્નદૃષ્ટા એવા ડાંગ સ્વરાજ આશ્રમના નાયક બંધુઓ તથા તેમના નિષ્ઠાવાન કાર્યકરોની ધારદાર રજૂઆત અને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની દિલ્હી ખાતેની શ્રેણીબદ્ધ રૂબરૂ મુલાકાત બાદ ડાંગ સાથેના ગુજરાતની 1  મે  1960ના રોજ સ્થાપના થઈ. 

જાણો ડાંગ જિલ્લા વિશે 
ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો, પશ્ચિમ દિશાને અડીને નવસારી જિલ્લો, જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે.

ડાંગ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો હતો. તેનું વિભાજન કરીને બે નવાં તાલુકાઓ બનાવવામાં આવ્યા છે. આજે ડાંગમાં આહવા તાલુકો, વઘઇ તાલુકો અને  સુબિર તાલુકો એમ ત્રણ તાલુકા છે.  અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતું છે.

ડાંગના જોવાલાયક સ્થળો 
ગિરા ધોધ, વનસ્પતિ ઉદ્યાન, વઘઇ - વઘઇ નજીક સરકારી આયુર્વેદિક દવા ઉગાડવાનુ મોટું ઉદ્યાન (બોટોનિકલ ગાર્ડન), વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ, સાપુતારા અને ડોન ગિરિમથકો, ગિરમાળ ગામ ખાતે ગિરા નદી ઉપર આવેલો ગિરા ધોધ, સુબિર ખાતે શબરી ધામ તેમ જ પંપા સરોવર, ચનખલ ગામ નજીક ચનખલ ધોધ,  મહાલ વિસ્તારનું ગાઢ જંગલ અને ભેંસકાતરી નજીક પુર્ણા નદીના તટે માયાદેવી મંદિર ડાંગના જોવાલાયક સ્થળો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા પરિયોજનાને લઈ સરકારની મોટી જાહેરાત, કોંગ્રેસે શું કહ્યું?
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
Embed widget