શોધખોળ કરો
Advertisement
આજે 81 પાલિકાની ચૂંટણીનું પરિણામ, પત્રકારોના પોલમાં 64 નગરપાલિકામાં ભગવો લહેરાશે
સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 33 નગરપાલિકામાંથી 30 નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલશે. જ્યારે વેરાવળ અને માળિયા-મિયાણા નગરપાલિકા કૉંગ્રેસના હાથમાં આવશે.
રાજ્યની 81 નગરપાલિકાનું આજે પરિણામ છે. પરિણામના એક દિવસ પૂર્વે આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાએ તમામ 81 પાલિકામાં સર્વે કર્યો હતો. એબીપી અસ્મિતાએ દરેક પાલિકા વિસ્તારના પાંચ- પાંચ પત્રકારોને પૂછ્યું કે કોની જીત થશે અને કોની હાર થશે.
સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્ર- કચ્છની. તો સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 33 નગરપાલિકામાંથી 30 નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલશે. જ્યારે વેરાવળ અને માળિયા-મિયાણા નગરપાલિકા કૉંગ્રેસના હાથમાં આવશે. જ્યારે ભાવનગર જિલ્લાની મહુવા પાલિકા અપક્ષ કબજે કરશે.
તો ઉત્તર ગુજરાતની કુલ 15 નગરપાલિકાની ચૂંટણીમાં 13 નગરપાલિકા પર ભાજપ કબજો કરશે. જ્યારે વીસનગર અને કલોલ નગરપાલિકા કૉંગ્રેસના ફાળે આવશે.
તો મધ્ય ગુજરાતની 20 નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ 12 નગરપાલિકા જીતશે. જ્યારે ડભોઈ, પેટલાદ, સોજિત્રા અને દાહોદ નગરપાલિકા કૉંગ્રેસ કબજે કરશે. જ્યારે બોરસદ, કઠલાલ, ગોધરા અને વીરમગામ પાલિકામાં અપક્ષની જીત થશે.
તો દક્ષિણ ગુજરાતની કુલ 13 પાલિકાની ચૂંટણીમાં ભાજપ 10 પાલિકા પર કબજો કરશે. તો જંબુસર પાલિકા કૉંગ્રેસના ખાતામાં આવશે. જ્યારે આમોદ અને રાજપીપળા પાલિકામાં અપક્ષની થશે જીત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion