(Source: ECI/ABP News/ABP Majha)
12th Result Today Live Update: ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27% જાહેર, વિદ્યાર્થિનીઓએ માર્યું મેદાન
આજે ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે, સમગ્ર ગુજરાતમાં આ વખતે ધોરણ 12નું પરિણામ 73.27 આવ્યુ છે.
LIVE
Background
12th Result: ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આજે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. સુત્રો અનુસાર, આજે એટલે કે 31 મેના દિવસે ધોરણ -12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ બૉર્ડની વેબસાઇટ પરથી જોઇ શકાશે, સવારે સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ અને વૉટ્સએપ નંબરથી વદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકાશે.
રાજ્યમાંથી કુલ 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ તેમના વ્હોટસએપ નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી જોઇ શકશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો પરિપત્ર. 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 86.91 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગત વર્ષે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું હતું.
12 th Result: રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ કેટલી?
આજે ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે, સમગ્ર ગુજરાતમાં આ વખતે ધોરણ 12નું પરિણામ 73.27 આવ્યુ છે. રાજ્યમાં 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 છે.
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 311 છે.
- 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 છે.
- પાસ થનારા વિદ્યાર્થીઓ 67.03 ટકા છે જ્યારે પાસ થનારી વિદ્યાર્થીનીઓ 80.39 ટકા છે.
12th Result : ઘોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, ક્યાં વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ નાપાસ ?
ધોરણ 12 સામાન્ય પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઈંગ્લીશ સેકન્ડ લેન્ગવેજમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે... જ્યારે ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજમાં પણ 34089 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે... વિષય મુજબ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પર એક નજર કરીએ તો...
કયાં વિષયમાં સૌથી વધુ ફેઇલ થયા વિદ્યાર્થીઓ
- ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ
- ઇંગલિશ ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 2353 વિદ્યાર્થીઓ નાપાસ
- હિન્દી સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 8473 વિદ્યાર્થીઓ નાપાસ
- ઇંગલિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ
- અર્થશાસ્ત્ર વિષયમાં 38945 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં 22333 વિદ્યાર્થીઓ નાપાસ
- સંસ્કૃત વિષયમાં 27739 વિદ્યાર્થીઓ નાપાસ
- આંકડાશાસ્ત્ર વિષયમાં 27247 વિદ્યાર્થીઓ નાપાસ
- તત્વજ્ઞાન વિષયમાં 29565 વિદ્યાર્થીઓ નાપાસ
- સમાજશાસ્ત્ર વિષયમાં 19303 વિદ્યાર્થીઓ નાપાસ
- મનોવિજ્ઞાન વિષયમાં 18324 વિદ્યાર્થીઓ નાપાસ
- ભૂગોળ વિષયમાં 21687 વિદ્યાર્થીઓ નાપાસ
- એલીમેન્ટ ઓફ એકાઉન્ટ વિષયમાં 28519 વિદ્યાર્થીઓ નાપાસ
- કોમ્પ્યુટર T વિષયમાં 12549 વિદ્યાર્થીઓ નાપાસ
12th Result : વર્ષ 2023માં સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રની ટકાવારી 36.28 છે
વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે એટલેકે વર્ષ 2023નું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઘટયું છે... પરિણામે માત્ર નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા જ વધી છે એવુ નહિ સારું પરિણામ લાવનાર શાળાઓ અને કેન્દ્રની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.... વર્ષ 2022 અને 2023ના જાહેર થયેલા પરિણામની સરખામણી પર એક નજર કરીએ તો...
- વર્ષ 2022માં 86.91 ટકા પરિણામ જ્યારે વર્ષ 2023માં 73.27 ટકા પરિણામ
- વર્ષ 2022માં સૌથી વધુ 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્રો 3 હતા
- વર્ષ 2023માં સૌથી વધુ પરિણામ 95.85 ટકા સાથે ધાગધ્રા કેન્દ્ર છે
- વર્ષ 2022માં સૌથી ઓછું પરિણામ કેન્દ્રની ટકાવારી 56.43 હતી
- વર્ષ 2023માં સૌથી ઓછું પરિણામ કેન્દ્રની ટકાવારી 36.28 છે
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ વર્ષ 2022માં 1064 હતી જે આ વર્ષે ઘટીને 311 થઈ છે
- 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ વર્ષ 2022માં 1 હતી જે આ વર્ષે વધીને 44 થઈ છે
12th Result : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેમ આવ્યું ઓછું પરિણામ, બોર્ડના અધિકારીઓએ આ કારણ આપ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે... જોકે વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઓછું આવ્યું છે... ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા હતું જે આ વર્ષે ઘટીને 73.27 ટકા થઈ ગયું છે... બોર્ડના અધિકારીનું કહેવું છે કે, કોરોનાકાળમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, શાળાઓ બંધ રહી હતી, ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું અને ગયા વર્ષની સરખામણીએ 58 હજાર બાળકો વધુ હોવાના કારણે પરિણામ પર અસર જોવા મળી છે અને પરિણામની ટકાવારી ઘટી છે.
12th Result Today Live Update: વડોદરાનું ધોરણ 12નું પરિણામ 67.19 ટકા
ગુજરાતમાં આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે, ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 73.27 રહ્યું છે. . વડોદરાનું પરિણામ 67.19 ટકા આવ્યુ છે. વડોદરા શહેરમાં 15 હજાર વિદ્યાર્થીઓએ આ વર્ષે સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. ગયા વર્ષે વડોદરાનું પરિણામ 76.49 ટકા આવ્યુ હતુ, જોકે, આ વર્ષે ગયા વર્ષ કરતાં ઓછું રહ્યું છે, ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામ 9 ટકા ઓછુ આવ્યુ છે. ગયા વર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું પરિણામ વડોદરાનું આવ્યું હતું