શોધખોળ કરો
રાજ્યમાં કોરોના અંત તરફ, આ 9 જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ ન નોંધાયો
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 255 નવા કેસ નોંધાયા હતા જ્યારે 495 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

ફાઈલ તસવીર
રાજ્યમાં કોરોના લગભગ ખત્મ થવાને આરે છે. કારણ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ મૃત્યુ નથી થયું. જ્યારે 9 જિલ્લા અને એક કોર્પોરેશનમાં કોરોનાનો એકેય નવો કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 255 નવા કેસ નોંધાયા હતા જ્યારે 495 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.65 ટકા પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યનો કોરોનાથી કુલ રિકવરી રેટ 97.65 ટકા થયો છે. જે નવ જિલ્લામાં કોરોનાનો નવો કેસ નથી નોંધાયો તેમાં બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર, તાપી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલ 1800 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર અને 1774 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4397 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 495 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,57,968 પર પહોંચી છે. ક્યાં કેટલા કેસ નોંધાયા રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 33 , સુરત કોર્પોરેશનમાં 30, વડોદરામાં 10, આણંદ 7, ગીર સોમનાથ-7, મહીસાગર-7, રાજકોટ-7, સાબરકાંઠા-6, જામનગર કોર્પોરેશન-5, અમરેલી-4, ભરુચ-4, દાહોદ-4, ગાંધીનગર કોર્પોરેશન-4, જુનાગઢ-4 અને કચ્છમાં 4 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી ગુજરાતમાં અત્યાર સુધી 7,14,131 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 53,651 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.
વધુ વાંચો




















