શોધખોળ કરો

સુરેન્દ્રનગરના લખતરમાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું, ગ્રામજનોએ ડ્રાઈવરને કાઢ્યો બહાર

ઉમય નદીના કોઝવે ઉપરથી નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું હતું.

સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું. મળતી જાણકારી અનુસાર, લખતર તાલુકાના લીલાપુર અને કારેલા ગામ વચ્ચે પસાર થતી ઉમય નદીના કોઝવે પરથી જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરના ડ્રાઈવરે સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ઉમય નદીના કોઝવે ઉપરથી નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું હતું.

જોકે ગામના લોકોએ ડ્રાઇવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી. લીલાપુર ગામના ગ્રામજનોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરના ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો હતો. ટ્રેક્ટરને બહાર કાઢવા માટે અન્ય ટેકટરની મદદ લેવામાં આવી હતી. ઉમય નદીનો કોઝવે ઉપર પુલ બનાવવા માટે ઢાંકી, કારેલા, લીલાપુર, ઈંગરોળી જેવા ગામના લોકો દ્ધારા અનેકવાર સરકારમાં રજૂઆત લેખિત અને મૌખિક કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી આ કોઝવે ઉપર પુલ બનાવવામાં આવ્યો નથી. ચોમાસાના દિવસોમાં આ કોઝવે ઉપર પાણી હોય ત્યારે કારેલા અને ઇંગરોળી તેમજ ઢાંકી જવા માટે ગ્રામજનોને 30થી 40 કિલોમીટર ફરવા મજબૂર બનવું પડે છે.

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લુણાવાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંડવી બજાર, હાટડીયા બજારમાં પાણી ભરાયા હતા. તે સિવાય હુસેની ચોક, પીપળી બજાર, વરધરી રોડ પર પણ પાણી ભરાયા હતા. ગઈકાલે પણ લુણાવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકમાં લુણાવાડા શહેરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. વિરપુર તાલુકામાં પોણા ચાર ઇંચ, સંતરામપુર તાલુકામાં બે ઇંચ, ખાનપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. લુણાવાડા તેમજ વીરપુર શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

હવામાન વિભાગે 5 જુલાઇ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાતમાં ભારે  વરસાદનું અનુમાન છે. રાજ્યમાં આજે પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઇને  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget