Mahisagar Rain: મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં લુણાવાડા શહેરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વિરપુર તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

મહીસાગર: મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં લુણાવાડા શહેરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વિરપુર તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં બે ઇંચ અને ખાનપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન ઉપર તેની અસર પડી રહી છે. લુણાવાડા તેમજ વીરપુર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
લુણાવાડા શહેરમાં ભારે વરસાદ વરસ્યો
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. લુણાવાડા શહેરમાં વરસાદને લઈ લુણાવાડા-અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાયા છે. તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી છે. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લુણાવાડા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
આજના દિવસમાં 112 તાલુકામાં નોંધાયો વરસાદ
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તાલુકામાં સતત વરસાદી માહોલ જામ્યો છે. 36 તાલુકામાં એકથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે પણ વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
- નાંદોદ તાલુકામાં ખાબક્યો 8.66 ઈંચ વરસાદ
- નર્મદાના તિલકવાડામાં વરસ્યો 7.13 ઈંચ વરસાદ
- દાહોદ તાલુકામાં 7.09 ઈંચ વરસાદ
- વાપી તાલુકામાં 6.02 ઈંચ વરસાદ
- પાવી જેતપુર તાલુકામાં 5.5 ઈંચ વરસાદ
- સોનગઢમાં પાંચ ઈંચ, ગરુડેશ્વર 4.92 ઈંચ વરસાદ
- બારડોલી, વ્યારા તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
- મોરવાહડફ તાલુકામાં 4.34 ઈંચ વરસાદ
- વલસાડના પારડી તાલુકામાં 4.25 ઈંચ વરસાદ
- છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં 4.21 ઈંચ વરસાદ
- ડેડિયાપાડા તાલુકામાં 4.6 ઈંચ વરસાદ
- હાલોલ અને ધરમપુર તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
- ખેરગામ અને નેત્રંગ તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
- મોડાસા અને ઉમરપાડા તાલુકામાં 3.8 ઈંચ વરસાદ
- ગોધરા તાલુકામાં 3.54 ઈંચ વરસાદ
- મહુવા અને બોડેલી તાલુકામાં 3.35 ઈંચ વરસાદ
- માંડવી તાલુકામાં 3.23 ઈંચ વરસાદ
- સંજેલી તાલુકામાં 3.07 ઈંચ વરસાદ
- જાંબુઘોડા તાલુકામાં 2.87 ઈંચ વરસાદ
- સુરત શહેરમાં 2.60 ઈંચ વરસાદ
- કપરાડા તાલુકામાં 2.44 ઈંચ વરસાદ
- કામરેજ તાલુકામાં 2.44 ઈંચ વરસાદ
- ડોલવણ તાલુકામાં 2.24 ઈંચ વરસાદ
- સાગબારા અને ધાનપુર તાલુકામાં 2.17 ઈંચ વરસાદ
- વાલોડ, કુકરમુંડામાં 2.13 ઈંચ વરસાદ





















