અમદાવાદ- કચ્છ હાઇવે 27 કલાકથી બંધ, વાહનોની લાંબી કતારો લાગી
માલવણ હાઇવે પર થયેલા અકસ્માતને 27 કલાક થવા છતાં હજુ અમદાવાદ કચ્છ હાઇવે બંધ છે. અકસ્માત થયાને 27 કલાક થવા છતાં હજુ આગમાં બળીને ખાખ થયેલ વાહનોને રસ્તા ઉપરથી દુર કરાયા નથી જેથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
સુરેન્દ્રનગર: માલવણ હાઇવે પર થયેલા અકસ્માતને 27 કલાક થવા છતાં હજુ અમદાવાદ કચ્છ હાઇવે બંધ છે. નોંધનિય છે કે, અકસ્માત થયાને 27 કલાક થવા છતાં હજુ આગમાં બળીને ખાખ થયેલ વાહનોને રસ્તા ઉપરથી દુર કરાયા નથી જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રક અને ટેલર વચ્ચે અકસ્માતને 27 કલાક થવા છતાં હજુ હાઇવે બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ટાફિકના કારણે દૂર દૂર સુધી વાહનોની કતારો લાગી છે. ફાયર વિભાગ l&tના કર્મચારીઓ વાહનોને હટાવવા માટે કામગીરીમાં લાગ્યા છે.
શું હતી ઘટના?
સુરેન્દ્રનગરમાં હરિપર ગામ પાસે આવેલ પુલ પર ટેંકરમાં આગ લાગવાની ઘટના બની હતી. પુલ પર સામ-સામે ટેન્કર આવી જતા અકસ્માત થયો હતો. બાદમાં ટેંકરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું છે. બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ છ વાહનોમાં આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશલ પ્રવાહી હોવાથી આગ લાગી હોવાની આશંકા છે. સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાઇવે પર છથી વધુ વાહનોમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જેના કારણે અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ટેન્કરમાં કોઈ જ્વંલનશીલ પ્રદાર્થ હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. અન્ય ચારથી પાંચ વાહનમાં આગ પ્રસરી હોવાની ચર્ચાઓ છે. જો કે આગ લાગતા જ ધ્રાંગધ્રા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે આગ વધુ હોવાથી સુરેન્દ્રનગર ફાયરની ટીમની પણ મદદ લેવાની જરૂર પડી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને આ ડોને આપી જાનથી મારી નાખવાની ધમકી
બોટાદ: શહેરના ગુનાહિત ઈતિહાસ ધરાવતા સીરા ડોને વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ માળીને મારી નાખવાની ધમકી આપતા ખળમળાટ મચી ગયો છે. શહેરમાં ધાર્મિક સથળો પર બાંધેલા લાઉડ સ્પિકરને ઉતારી લે જે તેમ કહી સીરા ડોન નામના શખ્સે ધમકી આપી છે. ધંધુકા કિશન ભરવાડ વાળી થશે તેવી ધમકી આપી છે. ગઈ પાંચ તારીખના રોજ બપોરે શહેરના નાગલપર દરવાજા નજીક વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને બોલાવીને ધમકી આપવામાં આવી હતી. સીરા ડોન પર ભુતકાળમાં અનેક ગુનાઓ નોધાયેલા છે. આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈ કાલે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.