ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. 105 IPS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે.

Gujarat IPS transfer 2025: ગુજરાત સરકારે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી 105 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓની બદલીનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય અધિકારીઓના ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે. આ મોટા ફેરબદલના ભાગરૂપે, રાજ્યના 25 જિલ્લાના પોલીસ અધિક્ષકો (SP) અને ચાર મોટા શહેરના 32 નાયબ પોલીસ કમિશનરો (DCP) ની બદલી કરવામાં આવી છે, જે શાસન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો એક પ્રયાસ છે.
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીમાં ભરૂચના પોલીસ વડા તરીકે અક્ષયરાજ મકવાણા, સુરેન્દ્રનગરના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુ, મહીસાગરના પોલીસ વડા તરીકે શફીન હસન અને અરવલ્લીના SP તરીકે મનોહરસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપરાંત, ડો. હર્ષદ પટેલને અમદાવાદ ઝોન-1માં નાયબ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઓર્ડર ઘણા સમયથી અટવાયેલા હતા અને હવે અધિકારીઓના પ્રદર્શનના આધારે આ ફેરફારો કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં IPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ જારી
- ડો. કરણરાજ વાઘેલા (IPS: 2012): પોલીસ અધિક્ષક, વલસાડથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (આર્થિક ગુના વિંગ), સુરત શહેરના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.
- એસ.વી. પરમાર (IPS: 2012): નાયબ પોલીસ કમિશનર, ઝોન-1, રાજકોટ શહેરથી બદલી કરીને કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-15, ઓએનજીસી, મહેસાણા તરીકે ઋષિકેશ બી. ઉપાધ્યાયની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- રાહુલ ત્રિપાઠી (IPS: 2013): પોલીસ અધિક્ષક, મોરબીથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી., અમદાવાદ શહેર તરીકે જયરાજસિંહ વી. વાલાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- હિમકર સિંહ (IPS: 2013): પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્યથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (આર્થિક ગુના વિંગ), અમદાવાદ શહેરના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.
- રોહન આનંદ (IPS: 2013): પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યથી બદલી કરીને પોલીસ અધિક્ષક, આર્થિક ગુના વિરોધી વિંગ, સીઆઈડી (ક્રાઈમ), ગાંધીનગર તરીકે હિમાંશુ કુમાર વર્માની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- યશપાલ ધીરજભાઈ જગાણીયા (IPS: 2013): પોલીસ અધિક્ષક, ડાંગ-આહવાથી બદલી કરીને પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલવે), અમદાવાદના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે.
- મનીષ સિંહ (IPS: 2013): પોલીસ અધિક્ષક, એમ.ટી., ગાંધીનગરથી બદલી કરીને કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-16, ભચાઉ-કચ્છ તરીકે તેજસકુમાર વી. પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- એમ. જે. ચાવડા (IPS: 2013): પોલીસ અધિક્ષક, ભરૂચથી બદલી કરીને પોલીસ અધિક્ષક (સ્ટેટ મોનિટરિંગ સેલ), પોલીસ ભવન, ગાંધીનગરના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે.
- પાર્થરાજસિંહ નવલસિંહ ગોહિલ (IPS: 2014): નાયબ પોલીસ કમિશનર (ગુના અને વિશેષ), રાજકોટ શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, સાબરકાંઠા તરીકે વિજય જે. પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ધર્મેન્દ્ર શર્મા (IPS: 2014): પોલીસ અધિક્ષક, સીઆઈડી (ક્રાઈમ), ગાંધીનગરને આગામી આદેશો સુધી પોસ્ટિંગ માટે પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવ્યા છે.
- ડો. રવિ મોહન સૈની (IPS: 2014): નાયબ પોલીસ કમિશનર, ઝોન-6, અમદાવાદ શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, જામનગર તરીકે પ્રેમસુખ ડેલુની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- મયુર ગુલાબરાવ પાટીલ (IPS: 2014): પોલીસ અધિક્ષક (ડીસીઆઈ), ઈન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગરને આગામી આદેશો સુધી પોસ્ટિંગ માટે પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવ્યા છે.
- અક્ષય રાજ (IPS: 2014): પોલીસ અધિક્ષક, બનાસકાંઠાથી બદલી કરીને પોલીસ અધિક્ષક, ભરૂચ તરીકે એમ.જે. ચાવડાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- પ્રશાંત સુમ્બે (IPS: 2015): પોલીસ અધિક્ષક, નર્મદાથી બદલી કરીને પોલીસ અધિક્ષક, બનાસકાંઠા તરીકે અક્ષય રાજની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- શૈફાલી બરવાલ (IPS: 2016): પોલીસ અધિક્ષક, અરવલ્લી-મોડાસાથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-7, સુરત શહેરના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.
- પ્રેમસુખ ડેલુ (IPS: 2016): પોલીસ અધિક્ષક, જામનગરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર તરીકે ડૉ. જી.એ. પંડ્યાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- કુ. અનુપમ (IPS: 2016): હાલ પોસ્ટિંગ માટે પ્રતીક્ષામાં રહેલા કુ. અનુપમની નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેર તરીકે શ્રીમતી અમિતા કેતન વનાનીની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- બી.આર. પટેલ (IPS: 2016): કમાન્ડન્ટ, મેટ્રો સિક્યુરિટી-1, અમદાવાદથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર તરીકે કુ. નીતાબેન એચ. દેસાઈની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- નિતીશ પાંડે (IPS: 2017): પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાથી બદલી કરીને પોલીસ અધિક્ષક, ભાવનગર તરીકે ડૉ. હર્ષદકુમાર કે. પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- અભય સોની (IPS: 2017): નાયબ પોલીસ કમિશનર, ઝોન-2, વડોદરા શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલવે), વડોદરાના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે.
- સુશીલ અગ્રવાલ (IPS: 2017): પોલીસ અધિક્ષક, નવસારીથી બદલી કરીને પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય તરીકે રોહન આનંદની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- મનોહરસિંહ એન. જાડેજા (IPS: 2017): પોલીસ અધિક્ષક, ગીર સોમનાથથી બદલી કરીને પોલીસ અધિક્ષક, અરવલ્લી-મોડાસા તરીકે શ્રીમતી શૈફાલી બરવાલની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- તેજસકુમાર વી. પટેલ (IPS: 2017): કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-16, ભચાઉ-કચ્છથી બદલી કરીને પોલીસ અધિક્ષક, માન. સી.એમ. અને વી.આઈ.પી. સિક્યુરિટી, ગાંધીનગર તરીકે ચિંતન જે. તેરૈયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- રાહુલ બી. પટેલ (IPS: 2017): પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાથી બદલી કરીને પોલીસ અધિક્ષક, નવસારી તરીકે સુશીલ અગ્રવાલની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- જયદીપસિંહ ડી. જાડેજા (IPS: 2017): પોલીસ અધિક્ષક, મહીસાગરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ તરીકે મનોહરસિંહ એન. જાડેજાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- એન્ડ્રુ મેકવાન (IPS: 2017): કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-18, એકતાનગર-નર્મદાથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-4, વડોદરા શહેર તરીકે કુ. પન્ના એમ. મોમાયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- હિમાંશુ આઈ. સોલંકી (IPS: 2017): પોલીસ અધિક્ષક, પંચમહાલ-ગોધરાથી બદલી કરીને પોલીસ અધિક્ષક, મહેસાણા તરીકે ડૉ. તરૂણ દુગ્ગલની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- વિજય જે. પટેલ (IPS: 2017): પોલીસ અધિક્ષક, સાબરકાંઠાથી બદલી કરીને પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદ તરીકે રાજેશ એચ. ગઢિયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- રાજેશ એચ. ગઢિયા (IPS: 2017): પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદથી બદલી કરીને પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય તરીકે હિતેશકુમાર હંસરાજ જોયસરની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- કુ. પન્ના એમ. મોમાયા (IPS: 2017): નાયબ પોલીસ કમિશનર, ઝોન-4, વડોદરા શહેરથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેર તરીકે નિમણૂક કરાઈ છે.
- રવિરાજસિંહ એસ. જાડેજા (IPS: 2017): પોલીસ અધિક્ષક, ઈન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, દાહોદ તરીકે ડૉ. રાજદીપસિંહ એન. ઝાલાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ડૉ. હર્ષદકુમાર કે. પટેલ (IPS: 2017): પોલીસ અધિક્ષક, ભાવનગરથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-1, અમદાવાદ શહેરના ખાલી કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે.
- મુકેશકુમાર એન. પટેલ (IPS: 2017): પોલીસ અધિક્ષક, સીઆઈડી (ક્રાઈમ), ગાંધીનગરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, મોરબી તરીકે રાહુલ ત્રિપાઠીની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ચિંતન જે. તેરૈયા (IPS: 2017): પોલીસ અધિક્ષક, માન. સી.એમ. અને વી.આઈ.પી. સિક્યુરિટી, ગાંધીનગરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, બોટાદ તરીકે કિશોરભાઈ એફ. બલોલીયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ભગીરથ ટી. ગાંધીવી (IPS: 2017): નાયબ પોલીસ કમિશનર, ઝોન-2, સુરત શહેરથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-6, અમદાવાદ શહેર તરીકે રવિ મોહન સૈનીની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ડૉ. રાજદીપસિંહ એન. ઝાલા (IPS: 2017): પોલીસ અધિક્ષક, દાહોદથી બદલી કરીને પોલીસ અધિક્ષક, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે.
- ડૉ. હરપાલસિંહ એમ. જાડેજા (IPS: 2017): કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-1, વડોદરાથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), રાજકોટ શહેર તરીકે કુ. પૂજા યાદવની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- હરેશભાઈ દુધાત (IPS: 2017): પોલીસ અધિક્ષક (ઈન્ટેલિજન્સ), ગાંધીનગરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, પંચમહાલ-ગોધરા તરીકે હિમાંશુ આઈ. સોલંકીની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- કિશોરભાઈ એફ. બલોલીયા (IPS: 2017): પોલીસ અધિક્ષક, બોટાદથી બદલી કરીને પોલીસ અધિક્ષક (ઈન્ટેલિજન્સ), ગાંધીનગર તરીકે હરેશભાઈ દુધાતની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- જયરાજસિંહ વી. વાલા (IPS: 2017): નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી., અમદાવાદ શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા તરીકે નિતીશ પાંડેની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- પિનાકીન એસ. પરમાર (IPS: 2017): નાયબ પોલીસ કમિશનર, ઝોન-3, સુરત શહેરથી બદલી કરીને કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-06, મુડેટી, જિ. સાબરકાંઠા તરીકે કુ. મેઘા આર. તેવારની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ઋષિકેશ બી. ઉપાધ્યાય (IPS: 2017): કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-15, ઓએનજીસી, મહેસાણાથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), વડોદરા શહેર તરીકે નિમણૂક કરાઈ છે.
- વિશ્વાખા ડબરાલ (IPS: 2018): નાયબ પોલીસ કમિશનર, ઝોન-3, અમદાવાદ શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, નર્મદા તરીકે પ્રશાંત સુમ્બેની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- શ્રીપાલ શેષમા (IPS: 2018): હાલ પોસ્ટિંગ માટે પ્રતીક્ષામાં રહેલા શ્રીપાલ શેષમાની અધિક્ષક, સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત તરીકે જશુભાઈ એન. દેસાઈની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- સફીન હસન (IPS: 2018): નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, મહીસાગર તરીકે જયદીપસિંહ ડી. જાડેજાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- વિજય સિંહ ગુર્જર (IPS: 2018): નાયબ પોલીસ કમિશનર, ઝોન-4, સુરત શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય તરીકે હિમકર સિંહની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- કુ. પૂજા યાદવ (IPS: 2018): નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), રાજકોટ શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, ડાંગ-આહવા તરીકે યશપાલ ધીરજભાઈ જગાણીયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- હિમાંશુ કુમાર વર્મા (IPS: 2018): પોલીસ અધિક્ષક, આર્થિક ગુના વિરોધી વિંગ, સીઆઈડી (ક્રાઈમ), ગાંધીનગરથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (ગુના શાખા), વડોદરા શહેર તરીકે યુવરાજસિંહ જે. જાડેજાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- યુવરાજસિંહ જે. જાડેજા (IPS: 2018): નાયબ પોલીસ કમિશનર (ગુના શાખા), વડોદરા શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, વલસાડ તરીકે ડૉ. કરણરાજ વાઘેલાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- બળદેવભાઈ સી. દેસાઈ (IPS: 2018): નાયબ પોલીસ કમિશનર, ઝોન-5, અમદાવાદ શહેરથી બદલી કરીને નાયબ નિયામક, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, વડોદરાના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે.
- બળદેવસિંહ સી. વાઘેલા (IPS: 2018): નાયબ પોલીસ કમિશનર, ટ્રાફિક (વહીવટ), અમદાવાદ શહેરથી બદલી કરીને નાયબ નિયામક, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, રાજકોટના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે.
- લખધીરસિંહ એ. ઝાલા (IPS: 2018): પોલીસ અધિક્ષક (ઈન્ટેલિજન્સ), ગાંધીનગરથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-5, સુરત શહેર તરીકે આર.પી. બારોટની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- અતુલ કુમાર બંસલ (IPS: 2019): કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-7, નડિયાદથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-4, અમદાવાદ શહેર તરીકે ડૉ. કાનન એમ. દેસાઈની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- જગદીશ બંગરવા (IPS: 2019): નાયબ પોલીસ કમિશનર, ઝોન-2, રાજકોટ શહેરથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (ગુના અને વિશેષ), રાજકોટ શહેર તરીકે પાર્થરાજસિંહ નવલસિંહ ગોહિલની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- નરેશકુમાર એમ. કણઝરીયા (IPS: 2019): પોલીસ અધિક્ષક (ઈન્ટેલિજન્સ), ભુજ પ્રદેશ-કચ્છથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર તરીકે સફીન હસનની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ફાલ્ગુનીબેન આર. પટેલ (IPS: 2019): કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-12, ગાંધીનગરથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (હેડક્વાર્ટર અને વહીવટ), વડોદરા શહેર તરીકે કુ. તેજલ સી. પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- બિશાખા જૈન (IPS: 2020): કમાન્ડન્ટ, એસઆરપીએફ, ગ્રુપ-4, પાવડી, દાહોદથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર (સાયબર સેલ), સુરત શહેર તરીકે નિમણૂક કરાઈ છે.
- રાઘવ જૈન (IPS: 2020): અધિક્ષક, સેન્ટ્રલ જેલ, રાજકોટથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-3, સુરત શહેર તરીકે પિનાકીન એસ. પરમારની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ડૉ. જીતેન્દ્ર અગ્રવાલ (IPS: 2020): પોલીસ અધિક્ષક, સ્ટેટ ટ્રાફિક શાખા-1, ગાંધીનગર પ્રદેશ-કચ્છથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-5, અમદાવાદ શહેર તરીકે બળદેવભાઈ સી. દેસાઈની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ડૉ. નિધિ ઠાકુર (IPS: 2020): અધિક્ષક, સેન્ટ્રલ જેલ, અમદાવાદથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-4, સુરત શહેર તરીકે વિજય સિંહ ગુર્જરની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- ડૉ. જગદીશ એમ. ચાવડા (IPS: 2020): પોલીસ અધિક્ષક (ઈન્ટેલિજન્સ) અમદાવાદ પ્રદેશથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-1, વડોદરા શહેર તરીકે કુ. જુલી સી. કોઠિયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- જશુભાઈ એન. દેસાઈ (IPS: 2020): અધિક્ષક, સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરતથી બદલી કરીને પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા તરીકે રાહુલ બી. પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
બઢતી સાથેની નિમણૂકો:
- વાગિશા જોશી (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, ધોળકા, અમદાવાદને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને અધિક્ષક, સેન્ટ્રલ જેલ, રાજકોટ તરીકે નિમણૂક કરાઈ છે.
- વલય અંકિતકુમાર વૈદ્ય (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા, અમરેલીને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને સ્ટાફ ઓફિસર, ડી.જી.પી. ઓફિસ, ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે.
- સંજયકુમાર સંગનભાઈ કેશવાલા (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, મોડાસાને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને પોલીસ અધિક્ષક, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે.
- અંશુલ જૈન (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, મહુવા, ભાવનગરને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને પોલીસ અધિક્ષક (ઈન્ટેલિજન્સ), ભુજ પ્રદેશ-કચ્છ તરીકે નિમણૂક કરાઈ છે.
- લોકેશ યાદવ (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપળાને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને પોલીસ અધિક્ષક, સીઆઈડી (ક્રાઈમ), ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે.
- ગૌરવ અગ્રવાલ (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી, છોટા ઉદેપુરને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને અધિક્ષક, સેન્ટ્રલ જેલ, અમદાવાદ તરીકે નિમણૂક કરાઈ છે.
- વિવેક ભેડા (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, સંતરામપુરને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને પોલીસ અધિક્ષક, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે.
- સાહિત્ય વી. (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, પોરબંદર શહેરને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને પોલીસ અધિક્ષક, સ્ટેટ ટ્રાફિક શાખા-1, ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે.
- સુબોધ રમેશ માંકર (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, દિયોદર, બનાસકાંઠાને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને પોલીસ અધિક્ષક (કોસ્ટલ સિક્યુરિટી), ગાંધીનગરના ખાલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે.
- સુમન નાલા (IPS: 2021): મદદનીશ પોલીસ અધિક્ષક, દાંતા, બનાસકાંઠાને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને પોલીસ અધિક્ષક (ટેકનિકલ સર્વિસ), ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે.
- હેતલ સી. પટેલ (IPS: 2021): નાયબ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ), સુરત શહેરથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર, ઝોન-1, રાજકોટ શહેર તરીકે એસ. વી. પરમારની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
- અમિતા કેતન વનાની (IPS: 2021): નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેરથી બદલી કરીને પોલીસ અધિક્ષક, સીઆઈડી (ક્રાઈમ), ગાંધીનગર તરીકે ચૈતન્ય રવિન્દ્ર માંડલિકની જગ્યાએ નિમણૂક કરાઈ છે.




















