Ambaji Banaskantha accident: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
Ambaji Banaskantha accident: અંજારના ભક્તો અંબાજી ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
Triple accident Trishulia Gorge Ambaji: બનાસકાંઠાના અંબાજી નજીક આવેલી ત્રિશુલિયા ઘાટી પર આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક લક્ઝરી બસ, કાર અને જીપ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અંજારના ભક્તો અંબાજી ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં કુલ 28 મુસાફરો સવાર હતા. પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેઈલ થવાનું કારણ સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૂરિયાત ધરાવતા 6 ગંભીર ઈજાગ્રસ્તોને પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે, ત્રિશુલિયા ઘાટી અકસ્માતનું હૉટસ્પૉટ માનવામાં આવે છે. ગત 7 ઓક્ટોબરે પણ અહીં થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.
અયોધ્યા જતી ગુજરાતી બસને નડ્યો અકસ્માત
અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને અકસ્માત નડ્તાં બસમાં સવાર 51 લોકોને ઇજા થઇ છે જ્યારે ત્રણના મોત થયા છે. અકસમાત ઉત્તર પ્રદેશના શાહજહાંપુર નજીક સર્જાયો હતો. દુર્ઘટનામાં બે વર્ષીય ઈશા પટેલ, 13 વર્ષીય યુગનું અને 60 વર્ષીય રાધાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઉલ્લેખનિય છે કે આ બસ અમદાવાદથી અયોઘ્યા જઇ રહી હતી, આ દરમિયાન ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ઘરી છે.
તો બીજી તરફ ગુજરાતમાં વધુ એક આગથી હોનારતની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાના પણ રિપોર્ટ છે. આ આગ નવસારીના ગણદેવીના દેવસર નજીક એક ગોડાઉનમાં લાગી હતી. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
માહિતી પ્રમાણે, નવસારીના ગણદેવીના દેવસર ગામે એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ટ્રેકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા બનાવ બન્યો હતો. આગ લાગતા ગોડાઉનમાં કામદારો ફસાયા હતા, અને આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તારણમાં લાગી રહ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઇ શકે છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હોવાની આગ વધુ પ્રસરી શકે છે. બનાવ બાદ બિલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલીના ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી છે. બિલીમોરા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. જ્યારે ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ વિકરાળ બની છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હજુ પણ વધુ માત્રામાં હોવાના કારણે આગ વિકરાળ બની શકે છે. ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ