શોધખોળ કરો

અમદાવાદ શહેરને મળશે વધુ 2 ફલાયઓવર બ્રીજ, પાંજળાપોળ અને પંચવટી વિસ્તારમાં નિર્માણ પામશે, વિકાસ કાર્યને મળી લીલીઝંડી

અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે લીલી ઝંડી મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે 185 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. .

Ahmedabad News:અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે લીલી ઝંડી મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  આ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે 185  કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરવામાં આ છે. .

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 652  મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર અંદાજિત 86.94 કરોડના ખર્ચે બનશે તો 779 મીટરનો બ્રિજ પંચવટી જંક્શન પર અંદાજે રૂપિયા 98.18 કરોડના ખર્ચે બનશે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં  20 ફ્લાય ઓવર નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે  7 બ્રિજના રૂ.  621.86  કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂપિયા  185.12  કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.તદઅનુસાર 652  મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂપિયા 86.94  કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર રૂ. 98.18 કરોડના ખર્ચે નિર્માણ પામશે  જે  779.19 મીટર લંબાઇ  ધરાવતો અને 17 મીટર પહોળો બ્રિજ હશે. હાલ રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના 7 ફ્લાય ઓવર બ્રિજ માટે રૂ.  612  કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે.

હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે 2023-24 ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ. 185.12 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.

રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવાની નેમ રાખી છે.આ હેતુસર શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડો સુદ્રઢ કરવા સહિતના શહેરી આયોજન અને વહીવટમાં ક્વોલિટેટીવ ચેન્‍જ માટે આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે કુલ રૂ. 21,696  કરોડનું બજેટ ફાળવાયું છે.

મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ શહેરી વિકાસ સત્તામંડળોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના કામો વધુ સંગીન બનાવવા આ વર્ષના બજેટમાં રૂ. ૮૬૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરોના સર્વાંગી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ એટલે કે, ૨૦૨૬-૨૭ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શનKanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
Embed widget