શોધખોળ કરો
સુરેન્દ્રનગરઃ પાણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકોએ નાંખી કાર ને તણાયા, પછી.....
વણા ગામે બે યુવકોએ પાણીનો પ્રવાહ હોવા છતા તેમાં કાર નાંખી હતી. જેને કારણે પાણીના પ્રવાહમાં કાર તણાઇ ગઈ હતી. જોકે, સ્થાનિકોએ બંને યુવકોને બચાવી લીધા હતા.

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 24 કલાકમાં બે ઇંચતી 7 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને કારણે આખા જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. લખતર તાલુકામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે લખતર તાલુકાના અનેક ગામોમાં અવરજવરના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ત્યારે વણા ગામે બે યુવકોએ પાણીનો પ્રવાહ હોવા છતા તેમાં કાર નાંખી હતી. જેને કારણે પાણીના પ્રવાહમાં કાર તણાઇ ગઈ હતી. જોકે, સ્થાનિકોએ બંને યુવકોને બચાવી લીધા હતા. આ રેસ્ક્યૂના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં 7 ઇંચ, થાનગઢમાં પોણા સાત ઇંચ, 6.3 ઇંચ, સાયલામાં 4.5 ઇંચ, ધ્રાંગધ્રા, 4 ઇંચ, લીંબડીમાં પોણા ચાર ઇંચ, ચોટીલામાં સાડા 3 ઇંચ, દસાડામાં 2.5 ઇંચ, ચુડામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. કયા કયા રસ્તા થયા બંધ? લખતર થી તણમણીયા લખતર થી કેશરિયા લીલાપુર થી ઈંગરોળી અને ઢાંકી તલવણી થી ભડવાણા લખતર થી સદાદ ,મોઢવાણા વણા થી ધણાદ

વધુ વાંચો