Panchmahal: પાકના રક્ષણ માટે મુકેલા વીજ કરંટે લીધો બે યુવકોનો ભોગ, મોતને અકસ્માતમાં ખપાવવા ખેડૂતે લાશોને ફેંકી દીધી કુવામાં
પંચમહાલ: લિલેસરા ગામે કુવામાંથી બે યુવકોની લાશ મળી આવી છે. આ લાશને લઈને પોલીસ તપાસમાં ચોકાવનારી હકિકત સામે આવી છે. બન્ને યુવકોના પગના ભાગે વીજ કરંટ લાગતા મોત થયું હોવાની હકિકત સામે આવી છે.
પંચમહાલ: લિલેસરા ગામે કુવામાંથી બે યુવકોની લાશ મળી આવી છે. આ લાશને લઈને પોલીસ તપાસમાં ચોકાવનારી હકિકત સામે આવી છે. બન્ને યુવકોના પગના ભાગે વીજ કરંટ લાગતા મોત થયું હોવાની હકિકત સામે આવી છે. પાકના રક્ષણ માંટે ખેડૂત દ્રારા ખેતરને ફરતે વીજ કરંટ મૂકવામાં આવ્યો હતો. આ વીજ કરંટ લાગતા બન્ને યુવકોના ઘટના સ્થળે જ મોત થયાં હતા.
એટલું જ નહીં ઘટનાને અક્સ્માતમાં ખપાવવા ખેડૂતે બંન્ને લાશો કૂવામાં ફેંકી દીધી હતી. મરણ જનાર મનોજ ગોવિંદ મેઘવાડ અને ધના પુજા મેઘવાડનાં પગના ભાગે દાઝી ગયાનાં નિશાન મળી આવ્યા હતાં. જેને લઇ પરિજનોએ તપાસની માંગ કરી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા ખેડૂત ગણપત રાઠવાએ ખેતર ફરતે વીજ કરંટ મુક્યો હોવાની માહિતી સામે આવી હતી. જેથી બી ડિવિઝન પોલીસે ખેડુત ગણપત રાઠવાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રામાં ધોળે દિવસે યુવકને છરીના ઘા મારીને તેની હત્યા કરી દેવાઇ છે. દિનદહાડે યુવકની હત્યા થઇ જતાં શહેરમાં ચકચાર મચી ગઇ છે. બે શખ્સો યુવકને છરીના ઘા ઝીંકીને નાસી ગયા હતા.પ્રાથમિક તપાસમાં થોડા દિવસો પહેલા થયેલ બોલાચાલીના કારણે મનદુઃખ થતાં બંને શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતના ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ આરોપી ફરાર હોવાથી પોલીસે આરોપીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાથમિક તપાસમાં જણાવ્યા મળ્યું છે કે, ત્રણેય શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી જેના કારણે બંને શખ્સોને મનદુ:ખ થતાં રોષે ભરાયેલા બંને આરોપીએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતના ઘાટ ઉતારી દીધો છે. ક્યાં કારણોસર યુવકની હત્યા કરવામાં આવી અને સમગ્ર ઘટનાને શા કારણે અંજામ આપવામાં આવ્યું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ધોળે દિવસ આ રીતે યુવકની હત્યા થઇ જતાં ઘટના હાલ શહેરમાં ચર્ચા સ્થાને છે.
તો બીજી તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. સંતાનમાં બંને દીકરીઓ એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે. ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની મજૂરી કામ સાથે સંકળાયેલા વ્યક્તિએ માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. પહેલા પત્નીને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં પોતે પણ હાથની નસ કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.