Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેના ભાજપ સરકાર પર પ્રહારો, ગુજરાતના પટેલોનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Maharashtra Politics: મહારાષ્ટ્ર સરકાર દ્વારા હિન્દીને ત્રીજી ભાષા તરીકે રજૂ કરવાના નિર્ણયની પૃષ્ઠભૂમિ સામે આ કાર્યક્રમ યોજાયો હતો, જેના કારણે રાજ્યમાં ભાષા પર રાજકીય ચર્ચા ફરી ગરમ થઈ ગઈ છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેના ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા અને ગુજરાતના પટેલોનો ઉલ્લેખ કરી નિશાન સાધ્યું હતું.

Maharashtra: શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ બે દાયકા પછી મુંબઈમાં એક સંયુક્ત રેલીમાં સ્ટેજ શેર કર્યું. ભાવનાત્મક ક્ષણમાં, ભાઈઓએ એકબીજાને ગળે લગાવ્યા અને એકબીજાને શુભેચ્છા પાઠવી, જેનાથી સ્ટેજ પર હાજર સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.
20 વર્ષ બાદ ઉદ્ધવ અને રાજ ઠાકરેનું મુંબઈમાં શક્તિ પ્રદર્શન, ઉદ્ધવ ઠાકરેએ નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પટેલોને ભડકાવીને અલગ કર્યાં હતા. હરિયાણામાં જાટને ભડકાવીને અલગ કર્યા એ રીતે મહારાષ્ટ્રમાં ભડકાવીને મરાઠીઓને અલગ કરવા માંગે છે.મહારાષ્ટ્ર સરકાર દ્વારા હિન્દીને ત્રીજી ભાષા તરીકે રજૂ કરવાના નિર્ણયની પૃષ્ઠભૂમિ સામે આ કાર્યક્રમ યોજાયો હતો, જેના કારણે રાજ્યમાં ભાષા પર રાજકીય ચર્ચા ફરી ગરમ થઈ ગઈ છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેના ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા અને ગુજરાતના પટેલોનો ઉલ્લેખ કરી નિશાન સાધ્યું હતું.
ઉલ્લેખનિય છે કે,મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગભગ 20 વર્ષ પછી, ઠાકરે ભાઈઓ આજે રાજકીય મંચ પર સાથે જોવા મળ્યા. મહારાષ્ટ્રની શાળાઓમાં ત્રિભાષા ફોર્મ્યુલાના અમલીકરણના ભારે વિરોધ બાદ, દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે હિન્દી ભાષા ફરજિયાત કરવાના આદેશને મુલતવી રાખ્યો હતો. આ પછી, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ તેને મરાઠી એકતાના વિજય તરીકે ઉજવવાનું નક્કી કર્યું. બંને નેતાઓ દ્વારા સંયુક્ત રીતે મરાઠી વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ કરતાં મોટું છે - રાજ ઠાકરે
રાજ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું, "મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે. આજે 20 વર્ષ પછી, હું અને ઉદ્ધવ એક થયા છીએ. બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે. આપણા બંનેને એક સાથે લાવવાનું કામ."
જનતા પર ભાષા લાદવી યોગ્ય નથી - રાજ ઠાકરે
રાજે કહ્યું કે તેઓ હિન્દી ભાષાના વિરોધી નથી, પરંતુ જનતા પર કોઈપણ ભાષા લાદવી યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું, "જ્યારે મહારાષ્ટ્ર એક થાય છે, ત્યારે તેની અસર આખા દેશમાં જોવા મળે છે. કોણે કઈ ભાષા શીખવી જોઈએ, તે લોકોનો અધિકાર છે, તેને બળજબરીથી લાદી શકાતી નથી. સત્તાના બળ પર લેવામાં આવેલા નિર્ણયો લોકશાહી ભાવનાની વિરુદ્ધ છે."
તેમણે વધુમાં કહ્યું કે, તેમણે સરકારને ત્રણ વાર પત્રો લખ્યા અને મંત્રીઓ પણ તેમને મળવા આવ્યા, પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - "હું તમારી વાત સાંભળીશ, પણ સંમત નહીં થાઉં." તેમણે વધુમાં કહ્યું, "જો કોઈ મહારાષ્ટ્ર તરફ નજર ઉંચકીને જુએ તો તેણે આપણી સામે આવવું પડશે, કોઈને પૂછ્યા વિના સત્તાના આધારે આવો નિર્ણય લેવો યોગ્ય નહોતો."
ઠાકરે બંધુઓની આ ઐતિહાસિક મુલાકાતને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા એક મોટો રાજકીય સંકેત માનવામાં આવી રહ્યો છે. ભાષા, આત્મસન્માન અને મહારાષ્ટ્રની ઓળખ જેવા મુદ્દાઓ પર બંને નેતાઓની એકતા શિવસેના અને મનસેના કાર્યકરોને ઉત્સાહથી ભરી શકે છે, પરંતુ વિરોધ પક્ષોના સમીકરણોને પણ બદલી શકે છે. હવે બધાની નજર તેના પર ટકેલી છે કે શું આ એકતા ફક્ત મંચ સુધી મર્યાદિત રહેશે કે આગામી ચૂંટણી રણનીતિમાં પણ જોવા મળશે.





















