શોધખોળ કરો

Ukraine Russia War : યુદ્ધના માહોલ વચ્ચે યુક્રેનથી પોલેન્ડ જઈ રહેલા પાટણના વિદ્યાર્થીઓનો હળવા મૂડનો વીડિયો વાયરલ

યુક્રેનમાં ફસાયેલ પાટણનાં વિદ્યાર્થીઓનો એક વીડિયો સામે આવ્યો છે. ફસાયેલ વિદ્યાર્થીઓને રેસ્કયું વાહન દ્વારા પોલેન્ડ ખસેડવામાં આવ્યા. પોલેન્ડ જતી વખતે વિદ્યાર્થીઓ હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે.

પાટણઃ યુક્રેનમાં ફસાયેલ પાટણનાં વિદ્યાર્થીઓનો એક વીડિયો સામે આવ્યો છે. ફસાયેલ વિદ્યાર્થીઓને રેસ્કયું વાહન દ્વારા પોલેન્ડ ખસેડવામાં આવ્યા. પોલેન્ડ જતી વખતે વિદ્યાર્થીઓ હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે. ભારત સરકાર પાસે મદદના નામે કરી રહ્યા છે મજાક. બચા લી જીયે તેમ કહીને હસી-મજાક કરતાં જોવા મળી રહ્યા છે.

Ukraine Russia War : કચ્છની યુવતી સહિત 500 જેટલા વિદ્યાર્થીઓ બંકરમાં રહેવા મજબૂર, પાણી-રાશન ખૂટ્યા
કચ્છઃ યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરતી પૂર્વ કચ્છ ગાંધીધામની છાત્રા રીદ્ધી મીશ્રા પણ ફસાઈ. ગાંધીધામના સપનાનગરમાં રહેતી રીદ્ધી રિધ્ધિ યુક્રેનના ખારકીવમાં અન્ય છાત્રો સાથે ફસાઈ. બંકરમાં રહેવા મજબૂર બન્યા છે. બોંબ ધડાકાના અવાજ સતત ચાલુ છે. પાણી- રાશન ખૂટ્યા છે. સરકાર જલ્દી ભારત લઇ જયે તેવી માંગ કરવામાં આવી રહી છે. રિદ્ધિ સાથે 500 જેટલા છાત્રો સાથે ભુગર્ભમાં આવેલા બંકરમાં રહેવા મજબુર બન્યા છે. 

Ukraine Russia War : યુદ્ધના માહોલ વચ્ચે યુક્રેનથી પોલેન્ડ જઈ રહેલા પાટણના વિદ્યાર્થીઓનો હળવા મૂડનો વીડિયો વાયરલ

મોરબીની વધુ એક યુવતી યુક્રેનમાં ફસાઈ. શૈલજા લાલજીભાઈ કુનપરા યુક્રેનમાં ફસાઈ. યુક્રેનના માયકોલાઈવ શહેરમાં વિધાર્થીની ફસાઈ છે. શૈલજા કુનપરા એમબીબીએસના અભ્યાસ માટે ગઈ હતી. ૨૪ તારીખે વાયા દુબઈ થઈને ફલાઈટ હતી પણ એરપોર્ટ પર રશિયાના હુમલાથી ફ્લાઈટ રદ થતા ફસાઈ વિધાર્થીની. શૈલજા પરિવારના સમ્પર્કમાં છે અને ત્યાં સલામત હોવાની માહિતી પરિવારજનોએ આપી.

રશિયા અને યુક્રેન વચ્ચે સતત બીજા  દિવસે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્ધારા છોડવામાં આવેલી 160થી વધુ મિસાઇલથી યુક્રેનની રાજધાની કીવ હચમચી ગઇ છે. લોકો  જીવ બચાવવા માટે સબ-વે સ્ટેશનો અને બંકરોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કીવની પાસે પહોંચી ગયા છે. કીવ બહાર રશિયન સૈનિકો અને યુક્રેનના સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી જેમાં રશિયાના 60 સૈનિકો માર્યાનો યુક્રેને દાવો કર્યો હતો.

કિવ સહિત યુક્રેનના અનેક શહેરોમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાર્કિવમાં ઘણી ઇમારતો નાશ પામી હતી. મેરુપોલ શહેરમાં લશ્કરી થાણાની આસપાસ ઘણી ઇમારતો તબાહ થઇ ગઇ છે અને રસ્તાઓ તૂટી ગયા હતા. ઓડેસા શહેરના ઓઇલ સ્ટેશનો પણ આગમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. શહેરોમાં ખાણી-પીણીથી લઈને રોજીંદી જરૂરી ચીજવસ્તુઓની અછત છે.બીજી તરફ રશિયા અને યુક્રેન સરકારોએ વાતચીતના સંકેત આપ્યા  હતા. રશિયાના વિદેશમંત્રીએ કહ્યું હતું કે જો યુક્રેન શસ્ત્રો છોડી દે તો તેઓ વાતચીત માટે તૈયાર છે. બીજી તરફ યુક્રેને વિશ્વના દેશોને રાજધાનીની રક્ષા કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો હતો.

યુક્રેન અને રશિયા વાતચીત માટેના સમય અને સ્થળ પર આગામી સમયમાં ચર્ચા કરાશે. યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર કર્યું કે આક્રમણ શરૂ થયા બાદ વાટાઘાટો માટેના સમય અને સ્થળ પર આગામી કલાકોમાં પરામર્શ કરશે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના પ્રવક્તા Sergii Nykyforov સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આક્રમણ શરૂ થયા બાદ કૂટનીતિ માટે આશાની પ્રથમ ઝલક રજૂ કરાઇ છે.રશિયાએ કહ્યું કે યુક્રેનને મળવા માટે બેલારૂસની રાજધાનીમાં મળવાની ઓફર રજૂ  કરાઇ હતી પરંતુ યુક્રેને એ તટસ્થ દેશમાં વાતચીત માટેની વાત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Embed widget