શોધખોળ કરો
Advertisement
આજથી ગુજરાતના કયા જાણીતા મંદિરના દ્વાર ખુલ્યા? ભક્તો માટે કેવા બનાવાયા નિયમો? જાણો વિગત
મંદિરના દ્વાર ખુલતાં જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં યાત્રિકોને ટોકન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત મોહનથાળનો પ્રસાદ પણ આપવામાં આવશે નહીં.
કોરોનાના કારણે ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે થોડા મહિના બાદ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે ધાર્મિક સ્થળોને હવે ખોલવાની મંજૂરી મળી ગઈ છે. ત્યારે આજે શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર ખુલી ગયા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર 83 દિવસ બાદ આજે ફરી ખુલતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજથી શક્તિપીઠ અંબાણીના દ્વાર ખુલી ગયા છે. જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં યાત્રિકોને ટોકન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત મોહનથાળનો પ્રસાદ પણ આપવામાં આવશે નહીં.
જો ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરવો હશે તો ટોકન પદ્ધતિથી જ મંદિરમાં એન્ટ્રી કરી શકશો. પાવડી, પૂજા, પૂજાપાનો સામાન અંદર લઈ જઈ શકાશે નહીં. આ ઉપરાતં સંપૂર્ણ મેડિકલ ચેકઅપમાંથી દરેક યાત્રિકોને ફરજીયાત પસાર થઈને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
મંદિરમાં યાત્રિકોની ભીડ ન થાય તે માટે દરેક યાત્રિકોને લાલ, પીળા જેવા કલના ટોકન આપવામાં આવશે. આ ઉપરાંત ગરબા, ભજન કે ધજાઓ ચઢાવી શકાશે નહીં. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ નિયમો સાથે શરતોને આધિન રહી તેનું આવનાર દરેક યાત્રિકોએ પાલન કરવાનું રહેશે તેવી માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવેલ છે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ પ્રખ્યાત શામળાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. જોકે ભક્તો માટે આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. ભગવાન શામળિયાના ભક્તો હવે દર્શન કરી શકશે. મંદિરના દરવાજાઓને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ભક્તો માટે કુંડાળા કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો ઉભા રહેશે.
મહત્વની વાત એ છે કે, મંદિરના મુખ્ય દરવાજાથી ભક્તોને સેનેટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરમાં આરતી સમયે ભક્તો હાજર રહી શકશે નહીં. મંદિરમાં દંડવત પ્રણામ કે સ્પર્શ કરી શકાશે નહીં. મંદિરમાં શ્રીફળ અને પ્રસાદી પણ લઈ જઈ શકાશે નહીં. કોરોના મામલે કડક નિયમો સાથે ભગવાનના દર્શન કરી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion