શોધખોળ કરો
રાજ્યની અનલોક-4ની ગાઈડલાઈન જાહેર, જાણો શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ ક્યા સુધી રહેશે બંધ ?
21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજીક, રાજકીય, શૈક્ષણિક સમારોહ યોજી શકાશે.

ગાંધીનગર: કેંદ્ર સરકાર બાદ રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. રાજ્યમાં જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ 30 સપ્ટેંબર સુધી બંધ રહેશે. 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજીક, રાજકીય, શૈક્ષણિક સમારોહ યોજી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓમાં 21 સપ્ટેમ્બરથી 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપીનું પાલન કરવાનું રહેશે. 21 સપ્ટેમ્બરથી સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપી અનુસાર શરૂ કરી શકશે.
વધુ વાંચો





















