શોધખોળ કરો

રાજ્યમાં વાવાઝોડાની આગાહી વચ્ચે કયા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો? જાણો વિગત

આજે સમગ્ર દાહોદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. લીમખેડા  સહિત આસપાસના  વિસ્તારમાં  કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. માવઠું પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. 

દાહોદઃ રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની આગાહી વચ્ચે દાહોદ અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સમગ્ર દાહોદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. લીમખેડા  સહિત આસપાસના  વિસ્તારમાં  કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. માવઠું પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. 

નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. ભર ઉનાળે વાંસદા તાલુકામાં કમોસમી માવઠું આવ્યું હતું. માવઠુ થતાં વાંસદાના રસ્તાઓ ભીંજાયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં કેરીના પાકને પણ અસર થવાની સંભાવના છે. 

અરવલ્લી જિલ્લામાં વાતાવરણ આવ્યો પલટો આવ્યો હતો. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. શામળાજી , ટીંટોઇ, મોટી ઇસરોલ , જીવણપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠું થવાની ભીતિ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી,બાજરી સહિતના પાકમાં નુકશાન થઈ શકે છે.

દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે વાવાઝોડા અને કમોસમી વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાત રીજીયન અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે. તો આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 32થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાતાવરણમાં પલટાને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીમાંથી રાહત મળશે.

દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસર હવે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે રહેશે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળશે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.

અત્રે નોંધનીય છે કે સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  છેલ્લા બે દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે.  આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.

છેલ્લા પાંચ દિવસથી અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતો પણ કમોસમી વરસાદના કારણે પરેશાન છે.   કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget