શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોડી રાત્રે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
રવિવારે બપોર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં ફેરફાર થતાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો
રાજકોટ: આ વખતે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લેતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારે મોડી રાતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
રવિવારે બપોર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં ફેરફાર થતાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. દ્વારકામાં કમોસમી વરસાદ પડતાં રોડ-રસ્તા ભીનાં થયા હતાં. જ્યારે અમુક જગ્યાએ પાણીના ખોબોચિયા પણ ભરાઈ ગયા હતાં.
નોંધનીય છે કે, હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેને લઈને દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ માવઠાની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત કચ્છમાં પણ આજે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.
મહત્વની વાત છે કે, આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. જ્યારે ઘણી જગ્યાએ તો કમોસમી વરસાદ પણ વરસ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion