શોધખોળ કરો
રાજ્યમાં આજે કઈ કઈ જગ્યાએ થઈ શકે છે માવઠું, જાણો વિગતો
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રવી સીઝનનું સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હોય માવઠાની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી છે.

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ રાજયના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે અને આવતીકાલ દરમિયાન માવઠું થઈ શકે છે. હવામાન વિભાગે દાહોદ, મહીસાગર, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં 3 જાન્યુઆરીએ સામાન્ય વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રવી સીઝનનું સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હોય માવઠાની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. સાયક્લોનિક સર્કયુ્લેશનના કારણે વાતાવરણમાં પલટો આવવાના કારણે ઠંડીમાં ઘટાડો થવાની આગાહી છે. રાજ્યમાં આગામી આજે અને આવતીકાલ બે દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે માવઠાને લીધે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં આશિંક ઘટાડો થઈ શકે છે. ત્રણ જાન્યુઆરી બાદ ઠંડીથી થોડી રાહત મળવાની સાથે જ તાપમાન વધવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રવિવારે ફરી ઠંડા પવનોનું પ્રમાણ વધતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. 7 જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મિથુન, સિંહ, તુલા અને ધન રાશિના જાતકો આ વાતનું રાખજો ધ્યાન, જાણો તમામ રાશિનું રાશિફળ
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















