શોધખોળ કરો

Gujarat Rain: વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં ખાબકશે વરસાદ

 રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ વરસ્યો છે.

Gujarat Rain :  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે  વરસાદને પગલે ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે. 

આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે.  આણંદ,પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર,  વડોદરા, સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે.  

ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોનો મોંઢામાં આવેલોકોળિયો છીનવાઈ ગયો છે. કમોસમી ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગે રાહતની આગાહી કરી છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  શુષ્ક હવામાનની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે તાપમાન નીચું જવાની પણ આગાહી વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના સૌરાષ્ટ્ર પર અપર એર સર્ક્યુલેશન સર્જાયેલું હતુ જે બાદ હવે લેસ માર્કમાં પરિવર્તિત થયું છે. આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન 

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે.  જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે.  હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget