શોધખોળ કરો

Unseasonal rain : અમરેલી જિલ્લાના  હામાપૂર ગામે કરા સાથે વરસાદ વરસ્યો 

અમરેલી જિલ્લાના હામાપૂર ગામે કરા સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા, બાબરા, સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

અમરેલી: અમરેલી જિલ્લાના હામાપૂર ગામે કરા સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા, બાબરા, સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બપોરના સમયે અમરેલી શહેરના રાજકમલ રોડ પર ધીમી ધારે વરસાદ વરસ્યો  હતો. બગસરાના હામાપુરા સમઢીયાળામાં વરસાદ પડતા ઘઉં, ચણા, જીરૂ, ધાણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો.

ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં  વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે.  ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો  જોવા મળ્યાં. અહીં  ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી  વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં  ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચેAmbalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
Embed widget