શોધખોળ કરો

unseasonal rain:  ગુજરાતના ક્યા જિલ્લાઓમાં આજે માવઠાની કરાઇ છે આગાહી  

 હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરૂવાર એટલે કે કાલથી રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉચકાશે

ગાંધીનગરઃ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસર ઓછી થતા રાજ્યમાં હવે ત્રણને બદલે માત્ર એક દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

 હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરૂવાર એટલે કે કાલથી રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉચકાશે અને સોમવાર સુધીમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મહીસાગર, પંચમહાલ, અરવલ્લી,સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

 સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પણ વરસી શકે છે. જો કે આ પછી વરસાદની સંભાવના નહીંવત છે. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. જે વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યા જિલ્લા પ્રશાસનને તમામ મામલતદારોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દીધી છે. મહીસાગર જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાંથી હવામાન વિભાગની આગાહીને લઈને દર બે કલાક વરસાદી આંકડા તાલુકા પાસેથી મેળવી રાહત પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે કોઈ નુકસાની હોય તો તાત્કાલિક કંટ્રોલરૂમ ખાતે જાણ કરવાના આદેશ આપી દેવાયા છે.

Unseasonal Rain: અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ, ધારી પંથકને બનાવ્યુ નિશાન

Weather Updates: ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી બે દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસશે.

અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ

અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદે ધારી પંથકને નિશાન બનાવ્યું છે. ધારીના ગીર કાંઠાના ચાંચઈ, પાણીયા, આંબાગાળા, સહિતના ગામોમાં કમોસમી વરસાદ છે. ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક હળવા ઝાપટાં પડ્યા છે. ચાર દિવસથી વરસતા કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સૌથી વધુ નુકસાનની ભીતી છે.

રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ

રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ રાજકોટના કોટડાસાંગાણીમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક તાલુકામાં 1 થી લઇને 9મિમી સુધી કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટના કોટડા સાંગાણી 27 મિમી, અમરેલીના બગસરામાં 23મિમી, રાજકોટના લોધીકામાં 19મિમી, દાહોદના ઝાલોદમાં 17 મિમી, સુરેન્દ્રનગરના સાયલામાં 13મિમી, રાજકોટમાં 12 મિમી, નર્મદા ડેડિયાપાડામાં 12મિમી, ડાંગના સુબીરમાં 12મિમી, બનાસકાંઠાના ભાભરમાં 12મિમી, રાજકોટના ગોંડલમાં 10મિમી, ગાંધીનગરના માણસામાં 10મિમી અને અમદાવાદના માંડલમાં 10મિમી વરસાદ નોંધાયો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget