(Source: ECI/ABP News/ABP Majha)
Unseasonal Rain: અમરેલી જિલ્લામાં છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતાતુર
ભર ઉનાળે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
Unseasonal Rain: અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા જિવસે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છ. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. વડલી, ટીંબી, મોટા માણસા, ચિત્રાસર, ભાડા, શેલાણા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ છે. ભર ઉનાળે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે.
અમરેલીના કાગદડીમાં ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ઉનાળું પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા. હાલ કેરીનો પાક ઉતારવાનો સમય છે, ત્યારે કમોસમી વરસાદથી કારીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ વરસાદી વાતાવરણ રહેશે.
હજુ ખેડૂતો પરથી નથી ટળ્યું માવઠાનું સંકટ. આગામી ચાર દિવસ જ નહીં પછી પણ કમોસમી વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી પાંચ દિવસ પડશે કમોસમી વરસાદ. એટલું જ નહીં આજથી ફરી નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને કમોસમી વરસાદ પડવાનું યથાવત રહેશે.
આજે ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ, તાપી, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી છે. તો ત્રણ મેએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટમાં વરસાદ રહેશે.
તો ચોથી મેએ અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વલસાડ, તાપી, ડાંગ અને મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે. પવન ફૂંકાવાને લઈ સાવચેતીના પગલા લેવા હવામાન વિભાગે ખેડૂતોને સૂચના આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. 1 મે થી 4 મે દરમિયાન વરસાદને કારણે ઘણા રાજ્યોમાં વાતાવરણ ખુશનુમા રહેશે. 1 મેના રોજ રાજધાનીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આ સાથે 25-35 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના છે.