શોધખોળ કરો

પાલનપુરઃ આસામ પોલીસે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની કરી ધરપકડ, જાણો કારણ?

જીજ્ઞેશ મેવાણીની ધરપકડને પગલે તેના સમર્થકો  દ્ધારા એરપોર્ટ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો. પોલીસ દ્ધારા ફરિયાદ કે અરજીની કોપી આપવામાં ના આવતા સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદઃ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલાની જાણકારી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરી આપી હતી. જીજ્ઞેશ મેવાણીની ધરપકડને પગલે તેના સમર્થકો  દ્ધારા એરપોર્ટ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો. પોલીસ દ્ધારા ફરિયાદ કે અરજીની કોપી આપવામાં ના આવતા સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે ધરપકડ પાછળના કારણને લઇને કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે મારા કોઇ ટ્વિટ મામલે મારી ધરપકડ કરવામાં આવી છે.  જોકે પોલીસે મને પણ કોઇ સચોટ જાણકારી આપી નથી. મેવાણીએ કહ્યું કે હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. મેવાણીએ કહ્યું કે હું મારી લડત ચાલુ રાખીશ. મેવાણીના સમર્થનમાં મધરાત્રે કોગ્રેસના નેતાઓ સમર્થનમાં પહોંચ્યા હતા. કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓએ જીજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસના વિરુદ્ધમાં નારેબાજી કરી હતી.

મેવાણીની ધરપકડને લઇને જગદીશ ઠાકોરે કહ્યું હતું કે જીજ્ઞેશે આર.એસ.એસ પર ટ્વિટ કર્યું હતું તેને લઇને ફરિયાદ કરવામાં આવી હતી. જે ધારાસભ્ય પૈસાથી ન માને તે ધારાસભ્યને ખોટી ફરિયાદમાં ડરાવવાનો આ પ્રયત્ન છે. જીજ્ઞેશ કે કોંગ્રેસે આવી ફરિયાદથી ડરવાની નથી. અમારી લીગલ ટીમ લડત આપશે અને જીજ્ઞેશને છોડાવશે.

મેવાણીના વકીલ પરેશ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે આ ટ્વીટ મામલે ફરિયાદ કરાઈ છે. સીઆરપીસી 80 નો ભંગ કરી ધરપકડ કરાઈ છે. ધારાસભ્યની અટકાયત પહેલા અધ્યક્ષની પરમિશન લીધી હોવાની અમને જાણ કરાઇ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget