શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગર જિલ્લાનો કયો ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોને કરાયા એલર્ટ? જાણો વિગત
ઢવાણ તાલુકાનો વડોદ ડેમ પણ ઓવર ફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે લીંબડી ભોગાવો નદીમાં પૂર આવ્યું છે.
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 150 ટકા વરસાદ ખાબક્યો છે. જેને કારણે સૌરાષ્ટ્રના અનેક ડેમો ભરાઇ ગયા છે. ત્યારે વઢવાણ તાલુકાનો વડોદ ડેમ પણ ઓવર ફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે લીંબડી ભોગાવો નદીમાં પૂર આવ્યું છે. ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 5 ગેટ 1 ફુટ ખોલવામાં આવ્યા છે.
ડેમ ઓવરફ્લો થતાં તંત્રએ નીચાણવાળા ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા માટેની સૂચના વડોદ, ઉઘલ, બોડીયા, બલદાણા, લીયાદ, સૌકા, લીંબડી, ઉંટડી, ચોકી, ચોરણીયા, પાણશિણા, જાખણ, ખંભલાવ, દેવપરા, કાનપરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement