શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વલસાડઃ કપરાડાની પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ, કયા દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાયા?
કપરાડાના ભાજપના દિગ્ગજ આગેવાન બાબુભાઇ વરઠા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.
વલસાડઃ કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ થયું છે. કપરાડાના ભાજપના દિગ્ગજ આગેવાન બાબુભાઇ વરઠા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. બાબુભાઈ વરઠા પોતાના 100થી વધુ સમર્થકો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને વલસાડ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ બાબુ વરઠાને ફરી કોંગ્રેસમાં આવકાર્યા હતા.
18 વર્ષ પહેલા બાબુ વરઠા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા. જોકે હવે ફરી ચૂંટણીની મોસમ શરૂ થતાં જ બાબુ વરઠાએ પાર્ટી બદલી છે. બાબુ વરઠાના સમર્થનમાં આગામી સમયમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાશે તેવો કોંગી અગ્રણીઓએ દાવો કર્યો છે.
કોંગ્રેસના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય જીતુ ચૌધરી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું. કોંગ્રેસ બાદ હવે ભાજપમાં પણ ભંગાણ સર્જાયું છે. જેથી હવે કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ રસપ્રદ બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion