Murder: વલસાડમાં લગ્ન પ્રસંગમાં હત્યા, સાળા અને સસરાએ ભેગા મળી જમાઇની કરી દીધી હત્યા, જાણો મામલો
વલસાડમાં હત્યાની એક વિચિત્ર ઘટના ઘટી છે. જિલ્લાના પારડીના ગોઇમા ગામે ખુદ સાળા અને સસરાએ પોતાના જમાઇની હત્યા કરી નાંખી હતી
Valsad Crime And Murder News: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી એક હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે, જિલ્લાના ગોઇમા ગામે સસરા અને સાળાએ મળીને પોતાના જ જમાઇની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યુ છે. હાલમાં પોલીસે આ ઘટનાને લઇને બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, વલસાડમાં હત્યાની એક વિચિત્ર ઘટના ઘટી છે. જિલ્લાના પારડીના ગોઇમા ગામે ખુદ સાળા અને સસરાએ પોતાના જમાઇની હત્યા કરી નાંખી હતી. વાત એમ છે કે, મૃતક જમાઇની મોટી સાળીના સમૂહ લગ્નમાં લગ્ન યોજાઇ રહ્યાં હતા. આ પ્રસંગ દરમિયાન જમાઇએ નાની દીકરી અને સાસુ સાથે મારામારી કરી હતી, આ વાતથી ગુસ્સે ભરાયેલા સાળા અને સસરાએ જમાઇની હત્યા કરી નાંખી હતી. હત્યાની ઘટના બાદ સાળા અને સસરા મૃતક જમાઇને હૉસ્પીટલ લઇ જઇને તેના મોતને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, પરંતુ પારડી પોલીસને શંકા જતા બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
સુરતમાં ટામેટાં માંગવા બાબતે બે પાડોશી ઝઘડ્યા, એકે બીજાને ચપ્પૂના ઘા ઝીંકી પતાવી દીધો, જાણો
સુરતમાં એક નજીવી બાબતે હત્યાની ઘટના ઘટી છે, શહેરના લસકાણા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે ટામેટા માંગવાની બાબતે જોરદાર બબાલ થઇ હતી, જે બાદમાં હત્યામાં પરિણમી હતી. એક પાડોશીએ બીજા પાડોશી પાસે ટામેટા માંગ્યા હતા, જે પછી બન્ને વચ્ચે ઝઘડો અને એકે બીજાને ચપ્પૂના ઘા મારતા ઘટના સ્થળે જ મોત થયુ હતુ. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં વધુ એકવાર હત્યાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ખરેખરમાં, શહેરમાં લસકાણા વિસ્તારમાં મજૂરી કામ કરતાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. લસકાણામાં મજૂરીકામ કરતાં બે પાડોશીઓમાથી એકે બીજા પાસે ટામેટા માંગ્યા હતા, જોકે, બીજાએ ટામેટા ના આપ્યા, આ પછી બન્ને વચ્ચો જોરદાર ઝઘડો થયો હતો. આ ઘટનામાં એક પાડોશીએ બીજા પાડોશી પર ધારદાર ચપ્પૂના ઘા ઝીંકી દીધા હતા, ઇજાગ્રસ્ત થયેલા પાડોશીને સારવાર મળે તે પહેલા જ તે ઘટના સ્થળે મોતને ભેટ્યો હતો. મૃતકનુ નામ બિદ્યાધરા પાંડવ શ્યામલ છે, અને હત્યારા શખ્સનું નામ કાળુગુરુ સંતોષગુરુ છે, મૃતક અને હત્યારો શખ્સ બન્ને મજૂરી કામ કરતાં હતાં. હાલમાં સરથાણા પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને હત્યારા કાળુગુરુ સંતોષગુરુને ઝડપી પાડ્યો છે.