Hathmati River Flood : હાથમતી નદીમાં પૂર, કોઝવે પરથી પસાર થવા જતાં પશુ તણાયું
Hathmati River Flood : હાથમતી નદીમાં પૂર, કોઝવે પરથી પસાર થવા જતાં પશુ તણાયું
સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે હાથમતી નદીમાં પૂર આવ્યું હતું. હાથમતી નદીના પાણીમાં પશુ તણાયુ હતું. ન્યાયમંદિરથી મહેતાપુરા વચ્ચેના કોઝવે પર પશુ તણાયુ. પશુ પાણીના પ્રવાહમાં તણાતો હોવાનો વિડિઓ સામે આવ્યો.
સાબરકાંઠાના ગુહાઈ જળાશય 98.76 ટકા ભરાયો. ગતરાત્રીના ડેમનું રૂલ લેવલ જાળવવા જળાશયમાં છોડાયું પાણી. ત્રણ ગેટ ખોલી 18 હજાર 900 ક્યુસેક પાણી નદીમાં છોડાયો. હાલમાં પાણીની આવકમાં ઘટાડો થતા ગેટ કરાયા બંધ. વર્ષ 2006માં ગુહાઈ જળાશય 100 ટકા ભરાયો હતો. 19 વર્ષ બાદ ગુહાઈ જળાશય થયું છલોછલ. ગુહાઈ જળાશય છલોછલ થતા પીવાના પાણીના પ્રશ્નનો હલ. હિંમતનગર, ઈડર તાલુકાના ગામડાને પીવાના પાણીનો પ્રશ્ન હલ.




















